Gujarat

વસ્તડી ગામમાંથી બિનવરાસી કારમાંથી 5.55 લાખનો દારૂ ઝડપાયો

By GS TEAM
13 Dec 20251 min read
વસ્તડી ગામમાંથી બિનવરાસી કારમાંથી 5.55 લાખનો દારૂ ઝડપાયો

- થર્ટી ફર્સ્ટ માટે લાવવામાં આવેલો દારૂ ઝડપાયો

- દારૂ, કાર સહિત રૂ. 10.55 લાખનો મુદ્દામાલ જપ્ત : પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો

સુરેન્દ્રનગર : લીંબડી-રાજકોટ હાઈવે પર વઢવાણ તાલુકાના વસ્તડી ગામની સીમમાંથી એલીસીબી પોલીસે બિનવારસી કારમાંથી ૫.૫૫ લાખની દારૂની ૨૦૨૦ બોટલ ઝડપી પાડી છે. પોલીસે દારૂ અને કાર સહિત ફૂલ રૂ.૧૦.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને કટીંગ સહિતના બનાવો વધી રહ્યા છે અને બૂટલેગરો દ્વારા ૩૧ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈ અત્યારથી દારૂનો સંગ્રહ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે હાઈવે પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. 

જેમાં બાતમીના આધારે લીંબડી-રાજકોટ હાઈવે પર વઢવાણ તાલુકાના વસ્તડી ગામની સીમમાં જોબાના માર્ગે શંકાસ્પદ હાલતમાં ખોટી નંબર પ્લેટ લગાવેલી એક કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની તલાશી લેતા કારમાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૦૨૦ નાની બોટલ (રૂ.૫,૫૫,૫૦૦), કાર (રૂ.૫ લાખ) સહિત ફૂલ રૂ.૧૦,૫૫,૫૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. જોકે, રાબેતા મુજબ આરોપી સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે હાજર મળી નહીં આવેલ કાર ચાલક સહિત તપાસમાં બહાર આવે તે તમામ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.