Gujarat

વડોદરાના આજવા રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ : એકની ધરપકડ બીજો વોન્ટેડ

By GS TEAM
7 May 20261 min read
TukuTouch Logo
પોલીસે દારૂ, રીક્ષા, મોબાઈલ અને રોકડા મળી ફૂલ 1.31 લાખનું મુદ્દામાલ કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના આજવા રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ : એકની ધરપકડ બીજો વોન્ટેડ

Vadodara Police : વડોદરા પોલીસની માહિતી મળી હતી પરીક્ષામાં દારૂનો જથ્થો ભરી પરિવાર સ્કૂલની ગલીમાં રોડ પરથી પસાર થવાનો છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે ગોઠવી હતી. રાત્રે 12:15 વાગે મહાવીર હોલ ચાર રસ્તા રોડથી પરિવાર સ્કૂલના રોડ પર એક રીક્ષાને ઉભી રાખી તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની 192 બોટલ કિંમત 31,488 પકડાયેલા આરોપી સુરેશ દ્વારકાપ્રસાદ કહાર (રહે-શીતળા માતાનું મંદિર, પાણીગેટ) ને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું શૈલેષ રમેશભાઈ કહારે આપ્યો છે. જેથી પોલીસે શૈલેષની શોધખોળ હાથ ધરી છે. પોલીસે દારૂ, રીક્ષા, મોબાઈલ અને રોકડા મળી ફૂલ 1.31 લાખનું મુદ્દામાલ કબજે કર્યો છે.