Gujarat

થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં દશરથમાં ગોડાઉનમાંંથી 33 લાખનો દારૃ પકડાયો

By GS TEAM
27 Dec 20251 min read
થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં દશરથમાં ગોડાઉનમાંંથી 33 લાખનો દારૃ પકડાયો

વડોદરાઃ થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં છાણી પોલીસે દારૃનું એક ગોડાઉન ઝડપી પાડી અંદાજે રૃ.૩૩ લાખનો દારૃ કબજે કર્યો છે.પોલીસે રાજસ્થાનના એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૃની રેલમછેલ કરવા માટે બૂટલેગરો સક્રિય બન્યા છે ત્યારે પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને દારૃના કેસો તેમજ ગોડાઉનો ચેક કરવા સૂચના આપી છે.

જે દરમિયાન છાણી પોલીસના પીઆઇ આર એલ પ્રજાપતિ અને ટીમે દશરથ રોડ પર ઇન્દિરાનગરી પાસે આવેલા શિવ એસ્ટેટના એક ગોડાઉનમાં તપાસ કરતાં અંદરથી રૃ.૩૩ લાખની કિંમતની દારૃની કુલ ૩૪૯ નંગ પેટીઓ મળી આવી હતી.

પોલીસે કહ્યું છે કે,બોક્સ તોડીને દારૃની ગણતરી કરતાં કુલ ૧૬૭૫૨ નંગ બોટલ મળી આવી છે.જેથી રાજસ્થાનના જોધપુર નજીક હેમનગરમાં રહેતા પ્રકાશ સીયારામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.ગોડાઉન વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે.

દશરથમાંથી રૃ.૨.૬૯ કરોડના દારૃના કેસમાં પીઆઇ સસ્પેન્ડ થયા હતા

છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દશરથ ખાતે છ મહિના પહેલાં એક ગોડાઉનમાંથી રૃ.૨.૪૪ કરોડનો દારૃ અને કન્ટેનર પકડાયા હતા.સ્ટેટ મોનિટરિંગ સેલે કરેલા કેસમાં છાણી પોલીસ સ્ટેશનના પીઆઇ અમિત ગઢવીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.ત્યારપછી પણ દારૃના ખેપિયાઓએ ફરીથી ગોડાઉન રાખવાની હિંમત કરતાં પોલીસે તેમની સામે કેસ કર્યો છે.