Amreli Lion Video: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં આજે એક અવિશ્વસનીય ઘટના જોવા મળી છે, જ્યાં શિકારની શોધમાં ઘૂસેલા બે સિંહોને ગાયના વાછરડાઓએ સામું દોટ મૂકીને હંફાવી દીધા હતા. આ ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, સિંહ ડરના માર્યા ઊભી પૂંછડીએ ભાગે છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 'બોર્નવીટા'ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત
દૃશ્ય 1 : પહેલા એક સિંહ વાછરડા પાછળ દોડ્યો

વાછરડાએ સિંહ પાછળ મૂકી દોટ
મળતી માહિતી મુજબ, અમરેલીના સરોવડા ગામના રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે બે સિંહો શિકારની શોધમાં ઘૂસી આવ્યા હતા. આસપાસ ફરતા વાછરડાઓને જોઈને એક સિંહે તેના પર હુમલો કરવા માટે દોટ મૂકી હતી. પરંતુ, ઘટના ત્યારે પલટાઈ જ્યારે ગાયના વાછરડાઓએ ડરવાના બદલે સામે હિંમત બતાવી. જે સિંહ વાછરડા પાછળ દોટ મૂકી રહ્યો હતો, તે જ સમયે બીજા વાછરડાએ સામેના સિંહ પાછળ દોટ મૂકી. વાછરડાનો આ અણધાર્યો 'સામો હુમલો' જોઈને સિંહ ડરી ગયો અને પોતાનો જીવ બચાવવા માટે ઊભી પૂંછડીએ ભાગ્યો હતો.
દૃશ્ય 2 : બીજો સિંહ બીજા વાછરડા સામે આવ્યો

આ પણ વાંચોઃ સરકારની ઉદાસીનતા સામે આંગણવાડી બહેનોની જંગ: હાઈકોર્ટના આદેશ છતાં રૂ.24,800 વેતન નહીં!
CCTV માં કેદ થયો પરાક્રમી વીડિયો
સિંહ પાછળ દોટ મૂકતા આ વાછરડાનો વીડિયો ત્યાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, શિકારની શોધમાં ઘૂસેલા સિંહ માટે આ વાછરડું આફતરૂપ બન્યું હતું. બંને સિંહોને ઊભી પૂંછડીએ ભગાવતો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોમાં આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે.
દૃશ્ય 3 : મોત સામે જોઈ વાછરડાએ હિંમત કરી સિંહની પાછળ દોડ્યો



