Get The App

અમદાવાદમાં 'બોર્નવીટા'ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં 'બોર્નવીટા'ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત 1 - image

Ahmedabad Liquor Smuggling: અમદાવાદના વિવેકાનંદનગર વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરીનું મોટા પાયે નેટવર્કનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ  રૂ. 1,32,69,055ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની 7108 બોટલો જપ્ત કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ફાર્મમાં આરોપીઓ બોર્નવીટાના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા. 

આ પણ વાંચોઃ અમદાવાદના 35 સ્થળે આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, વહેલી સવારથી કાર્યવાહી

બોર્નવીટાના બોક્સની આડમાં દારૂની હેરાફેરી

પોલીસને બાતમી મળી હતી કે, હાથીજણ નજીક બડોદરા ગામના વિસ્તારમાં આવેલા ફિરોજખાન મહોમ્મદખાન બેલીફના ફાર્મહાઉસ પર વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન એક બંધ બોડીવાળા કન્ટેનર અને એક સફેદ કારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓએ દારૂના બોક્સોને ઢાંકવા માટે બોર્નવીટાના નાના-મોટા 1144 બોક્સ અને બંડલોના કવરનો ઉપયોગ કર્યો હતો. આ બોર્નવીટાના બોક્સોની કિંમત જ રૂપિયા 78,12,315 છે. હેરાફેરી માટે અપાયેલું આ કવરિંગ પોલીસની નજરમાંથી બચવા માટેનું સાધન હોવાનું બહાર આવ્યું છે.

જાણીતી બ્રાન્ડ્સના દારૂનો મોટો જથ્થો

જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં અનેક જાણીતી અને બજારમાં માંગ ધરાવતી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આ દારૂનો મોટાભાગનો જથ્થો રાજ્યમાં ગેરકાયદે વિતરણ માટે લાવવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચોઃ વડીલો પાર્જીત જગ્યાના બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર સોદો કરી દેતા ગુનો દાખલ

ચાર આરોપીઓ વોન્ટેડ

પોલીસે આ કેસમાં ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં ફાર્મહાઉસનો માલિક ફિરોજખાન મોહમ્મદ ખાન બેલીફ મુખ્ય સૂત્રધાર છે. તેની સાથે કન્ટેનરનો ડ્રાઇવર અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ પણ ચાલી રહી છે. હાલ પોલીસે કન્ટેનર, કાર અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે.

Tags :