Get The App

લેકફ્રન્ટમાં લાઈટ એન્ડ મ્યુઝિક ફાઉન્ટેન શો, કાંકરિયામાં ૧૫ કરોડના ખર્ચે એક વર્ષમાં કેન્ડી વર્લ્ડ નવું આકર્ષણ બનશે

અલગ અલગ થીમ ઉપર મુલાકાતીઓ ફાઉન્ટેન શો નિહાળી શકશે, બાળકો માટે નવું ડ્રીમ ડેસ્ટિનેશન તૈયાર થઈ જશે

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
લેકફ્રન્ટમાં લાઈટ એન્ડ મ્યુઝિક ફાઉન્ટેન શો, કાંકરિયામાં ૧૫ કરોડના ખર્ચે એક વર્ષમાં કેન્ડી વર્લ્ડ નવું આકર્ષણ બનશે 1 - image

અમદાવાદ,ગુરુવાર,26 ફેબ્રુ,2026

કાંકરિયા લેકફ્રન્ટને લઈ બે મહત્વપૂર્ણ નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામા આવ્યા હતા. એક નિર્ણય લેકફ્રન્ટમાં રુપિયા ૫.૫૩  કરોડના ખર્ચથી અલગ અલગ થીમ ઉપર લાઈટ એન્ડ મ્યુઝિક ફાઉન્ટેન શો મુલાકાતીઓ નિહાળી શકશે. બીજા આકર્ષણમાં એક વર્ષની અંદર અંદાજે રુપિયા ૧૫ કરોડના ખર્ચે બાળકો માટે કેન્ડી વર્લ્ડનુ નવું આકર્ષણ તૈયાર થઈ જશે.બાળકો માટે આ એક નવું ડ્રીમ ડેસ્ટિનેશન બની રહેશે.એજન્સી પાસેથી કોર્પોરેશનને રેન્ટલ બેઝ ભાડાની આવક ઉપરાંત ૩૫ ટકા રેવન્યુ શેર પણ મળશે.કેન્ડી વર્લ્ડમાં એન્ટ્રી ફી અંદાજે રુપિયા ૪૦ અને વિવિધ એકટિવીટી દીઠ ૫૦થી રુપિયા ૧૦૦ ટિકીટ દર રખાશે.

કાંકરિયા લેકફ્રન્ટ  પરિસરમાં આધુનિક ટેકનોલોજી આધારીત મલ્ટી મિડિયા મ્યુઝિકલ ફાઉન્ટેન ડેવલપ કરવામા આવશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, આ ફાઉન્ટેન શોમાં ૧૫-૧૫ મિનીટના એક એવા ચાર જુદા  થીમ ઉપર સાંજે સાત કલાક પછી શો મુલાકાતીઓ  નિહાળી શકશે.ફાઉન્ટેનમાં પાણીના ફુવારા, સંગીત,લાઈટીંગ તેમજ વિઝયુઅલ પ્રોજેશનનુ સંકલન કરવામા આવશે.જે લોકોને બતાવવામા આવશે.એક વર્ષના ડીફેકટ લાયબીલીટી પિરીયડ સાથે ચાર વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે એજન્સીને કામ આપવામા આવશે.

આગામી એક વર્ષના સમયમાં લેકફ્રન્ટ ખાતે બાળકો માટે કેન્ડી વર્લ્ડ પણ ડેવલપ કરવામા આવશે.પી.પી.પી.ધોરણે તૈયાર થનારા આ પ્રોજેકટમાં બાળકો માટે થીમ આધારીત પાર્ક તૈયાર કરવામા આવશે.કેન્ડી કેસલથી રેઈનબો સ્લાઈડ સુધીની મજા માણી શકાશે.૪૧૩૩ ચોરસમીટર વિસ્તારમાં થીમ આધારીત એન્ટ્રી ગેટ ઉપરાંત ટિકીટીંગ ઝોન, ફૂડ કાઉન્ટર્સ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવશે.કોર્પોરેશન એજન્સીને માત્ર જગ્યા ફાળવશે.તંત્રને દર વર્ષે પ્રતિ સ્કેવર મીટર રુપિયા ૧૮૭ મુજબ રેન્ટલ ભાડુ રુપિયા ૭.૭૨ લાખ પણ મળશે.

કેન્ડી વર્લ્ડના આકર્ષણમાં શું-શું હશે?

-ગ્રાન્ડ એન્ટરન્સ પ્લાઝા, ચોકલેટ મોન્યુમેન્ટ, ફોટોગ્રાફી માટે પ્લેસ

-ફેન્ટેસી વર્લ્ડ ઉપરાંત બબલ બ્લાસ્ટ,ગેમઝોન, થીમ આધારીત ફૂડ કીઓસ્ક

-મિલ્કી વે ગ્લેકસીમાં દોરડાથી બનેલુ પ્લે ગ્રાઉન્ડ, સેન્સરી અનુભવ આપતી રમતો

- રંગીન રેઈનબો સ્લાઈડ,ઈમર્સિવ રાઈડ, ડાર્ક રાઈડ, નીઓન પિકલ બોલ કોર્ટ,ફન રાઈડસ