ધ્રાંગધ્રા શહેરમાં ગેસ લાઇન નાખવા માટે ખાડા અકસ્માતના એંધાણ : રાહદારીઓ માટે જીવનું જોખમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar News : ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ઠેર-ઠેર ગેસની પાઇપ લાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે શહેરના મુખ્ય રોડ પર પણ આ પ્રકારના ત્રણથી ચાર ફૂટ ઊંચાઈ ધરાવતા ખાડા ખોદવામાં આવ્યા છે.
અદાણી કંપની દ્વારા ગેસ લાઇન માટે જાહેર માર્ગ પર ખોદવામાં આવેલ ખાડા છેલ્લા કેટલાક સમયથી ખુલ્લા પડ્યા છે. જેના લીધે રાત્રીના સમયે અનેક વખત જાહેર માર્ગો પર મોટા વાહનો ખાડામાં ફસાવાના પ્રશ્નો ઊભા થાય છે સાથે જ માર્ગો પર ખાડા હોવા છતાં કંપનીન કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું નોટિસ બોર્ડ રાખવામાં આવતું નથી જેના લીધે કોઈપણ સમયે ટુવ્હીલર નાના વાહન ચાલકોને ખાડામાં ખાબકે તો ગંભીર ઇજા પામે તેમ છે જોકે આ બાબતે સ્થાનિક રાહદારીઓ દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે જાહેર માર્ગ પરના મસમોટા ખાડા ભરવા માટે માંગ કરી છે.









