Gujarat

કોરોના મહામારી અને મોંઘવારી વચ્ચે ખ્રિસ્તી નવા વર્ષની વડોદરામાં ફિક્કી ઉજવણી

By GS Team
1 Jan 20222 mins read
This article was originally published on 1 Jan 2022
કોરોના મહામારી અને મોંઘવારી વચ્ચે ખ્રિસ્તી નવા વર્ષની વડોદરામાં ફિક્કી ઉજવણી

વડોદરા, તા. 01 જાન્યુઆરી

કોરોના મહામારી, મોંઘવારી સહિતની અનેક કપરી પરિસિૃથતી વચ્ચે વડોદરાવાસીઓ પણ 2021માં હેમખેમ પસાર થયા હતા. હવે આવનારુ 2022નું વર્ષ  મંગળમય બની રહે તેવી આશા-અપેક્ષાઓ વચ્ચે 2021ના વર્ષને અલવીદા કરવામાં આવી હતી. ખાસ કરીને ગઈકાલે રાત્રે ફતેગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા એકત્ર થતા હોય છે. ચાર વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં પોલીસે નવા વર્ષની ઉજવણી માટે માનવતાના જોગે રાત્રિના 10:30 વાગ્યા સુધી થર્ટી ફસ્ટ ઉજવવા પરવાનગી આપી હતી. ત્યારબાદ રાત્રી કર્ફ્યુનો અમલ કરાવતા ઉજવણી ફિક્કી પડી હતી. તો આજે ખ્રિસ્તી સમુદાય નું નવું વર્ષ હોય  દેવાલયોમાં પ્રાર્થના, ખિસ્તયજ્ઞાના કાર્યક્રમો સહિત એકમેકને રૃબરૃ મળીને ખ્રિસ્તી સમુદાય સાથે તમામ ધર્મના લોકોએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

આજથી, પહેલી જાન્યુઆરીથી 2૦22ના નવા વર્ષનો પ્રારંભ થયો છે . 1જાન્યુઆરીનો દિવસ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ વર્ષનો પહેલો દિવસ છે. આ દિવસ ખ્રિસ્તીઓના નવા વર્ષ તરીકે ઊજવાય છે.   નવા વર્ષને આવકારવા ગઈકાલે મોડી રાત્રે યુવાધનમાં ખાસ્સો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ ઘર આંગણે નાની મોટી પાર્ટી સહિતના કાર્યક્રમો યોજાયા હતા . વડોદરામાં  થર્ટી ફર્સ્ટની સાદાઈ થી ઉજવણી સાથે વસમા વર્ષ ૨૦૨૧ને વિદાય આપવામાં આવી હતી. આજે સૂર્યના પહેલા કિરણોના આગમન સાથે ઈસુના ૨૦૨૨ના વર્ષનો આરંભ થયો છે. છેલ્લા બે વર્ષાથી કોરોનાના ગ્રહણને કારણે હોટલ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ વગેરે જગ્યાએ થતી ડી.જે., ડાન્સ વીથ ડિનર સાથે થતી ૩૧ ફર્સ્ટની પાર્ટીઓ આ વર્ષે પણ ફિક્કી રહી હતી. રાત્રિના ૧૨ કલાક સાથે જ ઈસુનું નવું વર્ષ ૨૦૨૨ શરૃ થઈ જતાં સોશિયલ મીડિયા પર મોડી રાતથી જ ન્યૂ યરની શુભેચ્છા પાઠવતા મેસેજનો ધોધ વહેવા માંડયો હતો. ખ્રિસ્તી ધર્મના દેવાલયોમાં પ્રાર્થના, ખિસ્તયજ્ઞાના કાર્યક્રમો સહિત એકમેકને રૃબરૃ મળીને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. સાથોસાથ એકબીજાના ઘરે જઇને મ્હોં મીઠુ કરાવીને નવલા વર્ષના વાધામણાં કર્યા હતા. અત્રે નોંધનીય છે કે, ભારતમાં પણ ઘણાં કેલેન્ડર છે. આ સમયે દેશમાં વિક્રમ સંવત, શક સંવત, હિજરી સંવત, ફસલી સંવત, બાંગ્લા સંવત, બૌદ્ધ સંવત, જૈન સંવત, ખાલસા સંવત, તમિલ સંવત, મલયાલમ સંવત, તેલુગુ સંવત આદિ અનેક પ્રચલિત છે. એમાંથી દરેકને પોતાનું અલગ-અલગ નવું વર્ષ હોય છે.