Get The App

મહુવાના છાપરી ગામે બાળકીને ફાડીખાનાર દીપડો અંતે ફોરેસ્ટના પાંજરે પુરાયો

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
મહુવાના છાપરી ગામે બાળકીને ફાડીખાનાર દીપડો અંતે ફોરેસ્ટના પાંજરે પુરાયો 1 - image

વન વિભાગની ૧૪ દિવસની અથાગ મહેનત બાદ

અલગ અલગ લોકેશન પર તબક્કાવાર ૧૦ પાંજરા ગોઠવ્યા બાદ એકના બદલે બે દિપડા પકડવામાં તંત્ર સફળ

ભાવનગરમહુવાના છાપરી ગામે ૧૪ દિવસ પૂર્વે વાડીએ રમતી બાળકીને દીપડાએ દબોચી લઈ મોત નિપજાવ્યાની ઘટના બાદ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. તુર્ત જ વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવી દાપડાને પકડવા તજવી હાથ ધરી હતી જ્યારે સતત ૧૪ દિવસની જહેમત બાદ ગોઠવેલ ૧૦ પાંજરામાં એકના સ્થાને બે દીપડા પકડવામાં વન વિભાગને સફળતા મળી હતી.

ગઈ તા. ૨-૬ના રોજ મહુવા તાલુકાના છાપરી ગામના ભાવુભાઈ રામભાઈ ગોહિલની માલીકીન ીવાડી વિસ્તારમાં દીપડા દ્વારા દિવ્યાબા ઓઢાભાઈ ગોહિલ નામની રમી રહેલી બાળકને ગંભીર ઈજા કરેલ જેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. વન વિભગના સ્ટાફને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચી ગયેલ અને બાદમાં મૃત દેહને સિવિલ હોસ્પિટલ મહુવા ખાતે પી.એમ. અર્થે લાવેલ તેમજ બાકીનો રેન્જ સ્ટાફ બનાવ વાળી જગ્યાએ સ્થળ પર ગયેલ અને નાયબ વન સંરક્ષકના માર્ગદ્રશન અને મદદનીશ વન સંરક્ષકની સુચના અનુસાર મહુવા રેન્જની ટીમે તાત્કાલીક એકશન પ્લાન તૈયાર કરીને સર્ચ ઓપરેશન શરૃ કરેલ હતું. ડ્રોન સર્વેલન્સથી સમગ્ર વિસ્તારનું આકાશમાંથી આધુનિક ડ્રોન દ્વારા સ્કેનિંગ કરવામાં આવેલ હતું તેમજ સીસીટીવી કેમેરાથી દીપડાની ચોક્કસ મુવમેન્ટ ટ્રેક કરવી અલગ અલગ લોકેશન પર સીસી ટીવી કેમેરા ગોઠવવામાં આવેલ હતા અને અલગ અલગ ટીમો બનાવીને દિવસ રાત સ્કેનિંગની કામગીરીને અંતે ગત રાત્રિ દરમિયાન દીપડા જીવ-૦૨ને સફળતા ૂપર્વક પકડી પાડવામાં વન વિભાગને મોટી સફળતા મળી છે.

આ સમગ્ર ઓપરેશનમાં લીલીયા રેન્જના અનુભવી ટ્રેકર્સ અસલમભાઈ અને અમજદભાઈ કુરેશીએ પોતાનીકુશળતાનો ઉપયોગ કરી દીપડાના સચોટ લોકેશન મેળવવામાં અને વન વિભાગની ટીમને માર્ગદર્શન પુરું પાડવામાં અત્યંત મહત્વની અને સરાહનીય ભૂમિકા ભજવી હતી. વધુમાંસ રકારના ઠરાવની જોગવાઈ મુજબ મૃતકના પીરવારને રૃા. ૧૦,૦૦,૦૦૦ અંકે રૃપિયા દસ લાખની ડીબીટી દ્વારા સહાય ચુકવવામાં આવી હતી.