Gujarat

વડોદરાઃગોરજમાં દિવસે પ્રાથમિક સ્કૂલની બહાર દીપડાના આંટાફેરાથી વિદ્યાર્થીઓ ભયભીત

By GS TEAM
27 Feb 20261 min read
વડોદરાઃગોરજમાં દિવસે પ્રાથમિક સ્કૂલની બહાર દીપડાના આંટાફેરાથી વિદ્યાર્થીઓ ભયભીત

વડોદરાઃ વડોદરા નજીક વાઘોડિયા તાલુકામાં દીપડાના આંટાફેરા વધી રહ્યા હોવાથી ગ્રામજનોમાં ભયની લાગણી પણ વધી રહી છે.હવે તો દીપડો દિવસે સ્કૂલ પાસે દેખાયો હોવાની વિગતો મળતાં વિદ્યાર્થીઓમાં પણ ગભરાટ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ,વાઘોડિયા તાલુકાના જુદાજુદા ગામોમાં દીપડો અવાર નવાર ત્રાટકીને પશુઓનું મારણ કરતો હોય છે.આ વિસ્તારમાં ચાર કે તેથી વધુ દીપડા હોવાની આશંકા સેવાઇ રહી છે.

દરમિયાનમાં ગોરજ ખાતે હવે દીપડો દિવસે પણ દેખાયો હોવાની વિગતોને પગલે વિદ્યાર્થીઓમાં ગભરાટની લાગણી વ્યાપી છે.કેટલાક વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પણ દીપડાને જોતાં વાલીઓ પણ ટેન્શનમાં આવી ગયા છે.

આવી જ રીતે રાત્રિના સમયે પણ બે દીપડાને રોડ ક્રોસ કરતા જોઇ કોઇએ વીડિયો ઉતારી લીધો હતો.જેને કારણે રાત્રે નોકરી પર જતા આવતા કર્મચારીઓ તેમજ ખેતરમાં જતા ખેડૂતો માટે નવી આફત આવી છે. ગોરજ ગામના સરપંચે આ બાબતે ફોરેસ્ટ વિભાગને લેખિતમાં રજૂઆત કરી પાંજરું મુકવા માગણી કરતાં તેમણે દીપડાને કેદ કરવા કવાયત હાથ ધરી છે.