Gujarat
જામનગરમાં રાજગોર ફળીમાં એલસીબીનો જુગાર અંગે દરોડો : 8 જુગારીઓ પકડાયા
By GS TEAM
18 Dec 20251 min read
જામનગરમાં રાજગોર ફળી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા 8 જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગરમાં રાજગોર ફળી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા 8 જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાહેરમાં જુગાર રમી રહેલા રાજેશ હરિભાઇ મકવાણા, તુષાર ચંદુભાઈ મહેતા, ભરત મોહનભાઈ કલ્યાણી, પરેશ નાનાલાલ સોઢા, પરેશ ચમનલાલ શાહ, મહેન્દ્રસિંહ લખમણજી રાઠોડ, રમેશ ચકુભાઈ મકવાણા અને પ્રદીપ કિશોરભાઈ બારડની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂપિયા 1,80,200 ની માલમતા કબજે કરવામાં આવી છે.