Gujarat

જામનગરમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : પાંચ જુગારીઓ પકડાયા

By GS TEAM
13 Apr 20261 min read
TukuTouch Logo
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક આવેલી મયુર પાર્ક સોસાયટીમાં ગઈકાલે મોડી સાંજે એલસીબીની ટુકડીએ જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી લઇ રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : પાંચ જુગારીઓ પકડાયા

Jamnagar Gambling Raid : જામનગરમાં સમર્પણ સર્કલ નજીક આવેલી મયુર પાર્ક સોસાયટીમાં ગઈકાલે મોડી સાંજે એલસીબીની ટુકડીએ જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી લઇ રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

લોકલ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત વિસ્તારમાં રહેતા ભરતસિંહ બાપુભા નામના રાજપૂત શખ્સ દ્વારા જુગારધામ ચલાવાતું હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન પાંચ શખ્સો જુગાર રમતાં મળી આવ્યા હતા. આથી પોલીસે મકાન માલિક ભરતસિંહ ઉપરાંત સુરજભાઈ જમનાદાસભાઈ બખતીયાપુરી, પ્રવિણસિંહ અભેસિંહ રાઠોડ, રાજેશભાઈ જગજીવનભાઈ નંદા, શાંતીલાલ વિરજીભાઈ ગજરા વગેરેની અટકાયત કરી લઈ રોકડ રકમ મોબાઈલ ફોન અને બાઈક સહિત કુલ રૂપિયા 1,97,700 ની માલમતા કબજે કરી છે.