Get The App

૯ માર્ચે પુરી થતી મુદત પહેલાંની છેલ્લી સ્થાયી સમિતિમાં ૪૫ મિનીટમાં ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી અપાઈ

૬૦૦ કરોડના રોડ ,૨૧૯ કરોડના ડ્રેનેજના કામોને મંજૂરી અપાઈ,ચેરમેન,કામોને મંજૂરી શંકાસ્પદ,વિપક્ષ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
૯ માર્ચે પુરી થતી મુદત પહેલાંની છેલ્લી  સ્થાયી સમિતિમાં ૪૫ મિનીટમાં ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી અપાઈ 1 - image

અમદાવાદ,ગુરુવાર,5 માર્ચ,2026

૯ માર્ચને સોમવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન શાસકોની ટર્મ પુરી થઈ રહી છે. આ અગાઉ છેલ્લી સ્થાયી સમિતિની બેઠકમાં ૪૫ મિનીટમાં રુપિયા ૨૫૦૦ કરોડના ૨૨૦થી પણ વધુ કામોની દરખાસ્તોને મંજૂરી અપાઈ હતી.બેઠકના અંતે ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ, રોડ રીસરફેસ અને નવા બનાવવા રુપિયા ૬૦૦ કરોડ, ડ્રેનેજ સંબંધી કામગીરી માટેના રુપિયા ૨૧૯ કરોડના કામોને મંજૂરી અપાઈ છે.જયારે વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કહ્યુ, કોન્ટ્રાકટરોને લહાણી કરવા મંજૂર કરાયેલી દરખાસ્તો શંકાસ્પદ છે.

ગુરુવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેશનના અલગ અલગ વિભાગોની મળી કુલ ૨૧૮ દરખાસ્ત મંજૂરી માટે મુકવામા આવી હતી. બેઠક પછી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તેમના અઢી વર્ષના કાર્યકાળમાં કામ કરવાની તક આપવા માટે પક્ષના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર વ્યકત કર્યો હતો. શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમા લઈ સ્ટેન્ડિંગ કમિટીના રુટીન એજન્ડા ઉપર મંજૂરી માટે મુકાયેલી રુપિયા ૧૬૬૬.૯૨ કરોડ તથા તાકીદના એજન્ડામા મંજૂરી માટે મુકવામા આવેલી રુપિયા ૮૮૩ .૭૨ કરોડની દરખાસ્ત મળી કુલ રુપિયા ૨૫૪૯ કરોડના કામોને મંજૂરી આપવામા આવી હતી.વિપક્ષ નેતાએ કહ્યુ,ટર્મ પુરી થવાના ત્રણ દિવસ પહેલા આટલી મોટી રકમના કામોને મંજૂરી આપવી એ શંકાસ્પદ બાબત છે.