Gujarat

સમા વિસ્તારમાં NRI ની દુકાન પચાવી પાડવા પાડનાર ભાડુત સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

By GS Team
2 Dec 20211 min read
This article was originally published on 2 Dec 2021
સમા વિસ્તારમાં NRI ની દુકાન પચાવી પાડવા પાડનાર ભાડુત સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

વડોદરા: 

સમા વિસ્તારમાં એન.આર.આઈ ની દુકાન પચાવી પાડવા કારસો રચનાર ભાડુત સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

     અમેરિકાના ટેક્સાસ ખાતે રહેતા રજનીકાંતભાઈ પટેલ ની વડોદરાના સમા અભિલાષા વિસ્તારમાં ક્રેક્ટસૅ પાર્ક ખાતે આવેલી દુકાન વર્ષ 2008માં હરીશ મગનભાઈ હુદલાણી (યોગી નગર સોસાયટી, ગોદરેજ હોલ પાસે,ફતેગંજ) ને 11 મહિના માટે કોન્ટ્રાક્ટ કરી ભાડે આપી હતી.

      શરૂઆતમાં પાંચેક વર્ષ સુધી તેમણે ભાડા કરાર કર્યો હતો પરંતુ ત્યારબાદ ભાડા કરાર કરવાનું બંધ કરી દીધું હતું. આ ઉપરાંત દુકાન ચલાવતા ભાડુત નિયમિત ભાડુ પણ આપતા ન હતા. વારંવાર તકરાર થતાં ભાડુત હરીશભાઈ એ આ દુકાનમાં ફાવટ આવી ગઇ હોવાથી વેચાણ માંગી હતી. જેથી રૂ.54 લાખમાં સોદો થયો હતો.

      દુકાન ખરીદાર હરીશ ભાઈ એ રૂ 20.22 લાખ ચૂક્યા હતા અને ત્યારબાદ બાકીની રકમ ચૂકવતા નહીં હોવાથી વારંવાર ઉઘરાણી કરવા માંગતી હતી. આખરે એનઆરઆઈએ કોર્ટમાં કેસ કર્યો હતો. ભાડુત હરેશભાઈ દુકાન ના પૂરા પૈસા ચૂકવતા હતા તેમ જ ભાડાની પણ રકમ આપતા નહીં હોવાથી દુકાન માલિક રજનીકાંત પટેલ પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેકટરને અરજી કરી હતી. જેને પગલે ભાડુત હરીશ હુદલાણી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.