Gujarat
UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ
By GS TEAM
6 Feb 20261 min read

વડોદરાઃ યુકેની વર્ક પરમિટના નામે બે ગ્રાહક સાથે છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ફરાર મહિલા એજન્ટને દોઢ વર્ષ બાદ ઝડપી પાડી છે.
સારાભાઇ કેમ્પસમાં ઓસનબિલ્ડિંગમાં એવીઝોન આઇટી સોલ્યુશન નામની ઓફિસમાં મહેસાણાના હાર્દિક સાગર અને ન્યુ અલકાપુરીના કાર્તિક વસાવડા પાસે યુકેની વર્ક પરમિટના નામે કુલ રૃ.૨૬.૫૦ લાખ પડાવી લેવામાં આવ્યા હતા.પરંતુ ત્યારબાદ તેમને મોકલવામાં આવ્યા નહતા અને યુકેની કંપનીનો લેટર પણ બોગસ નીકળ્યો હતો.
એજન્ટોએ તેમની ઓફિસ પણ બંધ કરી દીધી હતી.જેથી આ અંગે ગોરવા પોલીસે ડિરેક્ટર સૌરભ બેનર્જી,તેની પત્ની શીખા ઉર્ફે દિક્ષા બેનર્જી,અવિનાશ વ્યાસ અને ઓથોરાઇઝ પરસન તરીકે ઓળખ આપનાર નંદિની શિન્દે સામે ગુનો નોંધ્યો હતો.
નંદિની આજવા રોડના તેના મકાને આવી હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી ગોરવા પોલીસને સોંપવા તજવીજ કરી હતી.








