Gujarat

તળાજામાં સફાઈના અભાવે રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય

By GS TEAM
14 Oct 20251 min read
તળાજામાં સફાઈના અભાવે રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય

- ડોર-ટુ-ડોર કચરો ઉપાડવા લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો છતાં

- ઘણાં વિસ્તારમાં વાહનો જ આવતા ન હોવાનો કકળાટ, જાહેરમાં કચરો ફેંકનાર સામે કાર્યવાહી થવી જોઈએ

તળાજા : તળાજા શહેરમાં સફાઈના અભાવે રસ્તા પર કચરાના ઢગ ખડકાયેલા રહેતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

તળાજા શહેરને સ્વચ્છ રાખવા એકાદ માસ પૂર્વે ડોર-ટુ-ડોર કચરો ઉપાડવા માટે લાખોના ખર્ચનો કોન્ટ્રાક્ટ અપાયો છે. કચરો ઉપાડવા આઠ વાહનો દોડશે તેવો દાવો કરાયો હતો. પરંતુ મોટાભાગના વિસ્તારોમાં કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં કચરો લેવા વાહનો આવતા નથી. તો કેટલાક રહિશો રસ્તા પર જ કચરો ફેંકી દેતા હોવાના કારણે સ્વચ્છતા જળવાતી નથી. ત્યારે તળાજાને સ્વચ્છ અને નાગરિકોને સ્વસ્થ રાખવા કાયમી સફાઈ તેમજ જાહેરમાં કચરો ફેંકનાર સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે.