ભચાઉમાં પગપાળા જતાં બનેવીને સાળાએ કારથી ચગદી નાખ્યો, પ્રેમ લગ્નનો કરૂણ અંજામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kutch News: કચ્છના ભચાઉમાં અકસ્માતનો કેસ હત્યામાં પરિણ્મયો છે. ગત બુધવારે રાત્રિના આઠ વાગ્યાના સુમારે પગપાળા જઈ રહેલા યુવકનું કારની ટક્કરે મોત નીપજ્યું હતું. જેની તપાસમાં ઈરાદાપૂર્વક હત્યા કરાઇ હોવાનો ખુલાસો થયો છે. મરણ જનાર યુવકે વર્ષ 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા. જેનાથી નારાજ યુવતીના ભાઈએ જમાઈની હત્યા કરી હોવાનો સામે આવ્યું છે.
બે લોકોએ પ્લાન બનાવી વિનોદને કચડ્યો
મૃતક વિનોદ ઊર્ફે જીગર પ્રેમજીભાઈ ચૌહાણ જે ભચાઉના રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં રહે છે. તે બુધવારે ફૂલવાડી વિસ્તારમાં રોડની એક સાઈડમાં ચાલતો જતો હતો, તેવામાં બોલેરો કયારે તેને ટક્કર મારી હતી. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિનોદ ઊર્ફે જીગર મોતને ભેટ્યો હતો. આ બોલેરો કારમાં બે લોકો સવાર હતા, જેમાં યુવતીનો ભાઈ મેહુલ લાખાભાઈ કોલી કારને હંકારતો હતો અને તેનો મિત્ર હર્ષદ શૈલેષભાઈ પ્રજાપતિ સહ આરોપી હતો.
વિનોદે 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા
મેહુલની બહેન શિલ્પા સાથે મૃતક વિનોદે 2023માં પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેથી યુવતીના પરિવારજનો ખૂબ જ નારાજ હતા. તેનો ખાર રાખીને યુવતીના ભાઈએ ઈરાદાપૂર્વક વિનોદને કારથી કચડી માર્યો હતો. અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વિનોદના ભાઈને શંકા જતાં તેને ફરિયાદ નોંધાવી હતી. જેમાં અકસ્માત નહીં પણ યુવતીના ભાઈએ અદાવતમાં હત્યાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું હતું.









