Gujarat

VIDEO: કચ્છમાં મોંઘો મોબાઈલ ખરીદવાની જીદમાં યુવક 150 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યો, 9 કલાકે મૃત હાલતમાં મળ્યો

By GS TEAM
7 Dec 20252 mins read
TukuTouch Logo
ભુજના કુકમા ગામ નજીક ગોપાલભાઈ નામના ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરમાં પડી જતાં યુવકનું મોત નિપજ્યું છે. ગઈકાલે(6 ડિસેમ્બર) શ્રમિકે પારિવારિક ઝઘડા બાદ બોરમાં કૂદકો માર્યો હતો. મોડી રાત્રે 3:30 વાગ્યા સુધી ભારે જહેમત બાદ યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: કચ્છમાં મોંઘો મોબાઈલ ખરીદવાની જીદમાં યુવક 150 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યો, 9 કલાકે મૃત હાલતમાં મળ્યો

Kutch News: ભુજના કુકમા ગામ નજીક ગોપાલભાઈ નામના ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરમાં પડી જતાં યુવકનું મોત નિપજ્યું છે. ગઈકાલે(6 ડિસેમ્બર) શ્રમિકે પારિવારિક ઝઘડા બાદ બોરમાં કૂદકો માર્યો હતો. મોડી રાત્રે 3:30 વાગ્યા સુધી ભારે જહેમત બાદ યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. જોકે, યુવકે આપઘાત કર્યો કે પછી અકસ્માતે પડ્યો તે અંગેનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. પરંતુ પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાનું મનાય છે.

મોંઘો મોબાઈલ ખરીદવાની જીદમાં યુવકે જીવન ટૂંકાવ્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં 20 વર્ષીય પરપ્રાંતિય યુવકના મોતનું કારણ સામે આવ્યું છે. મૂળ ઝારખંડના યુવકે મોંઘા મોબાઈલની જીદમાં આત્મહત્યા કરી છે. બોરમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. પોલીસે યુવકે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. હાલ, પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચોઃ લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો

યુવકને જીવતો બહાર ન કાઢી શકાયો

શનિવારે (6 ડિસેમ્બર) યુવકનું બોરમાં પડી જવાની ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વાડી આસપાસ અન્ય શ્રમિકો ભેગા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી શ્રમિકને બહાર કાઢવાની જહેમત હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે, યુવકને જીવતો બહાર કાઢી શકાયો નહીં. રાતના લગભગ 3:30 વાગ્યા સુધી બચાવ કામગીરી શરૂ હતી. પરંતુ, જ્યાં સુધી યુવકને બહાર કાઢવામાં આવ્યો ત્યાં સુધીમાં તેણે જીવ ગુમાવી દીધો હતો. 

ભુજ ફાયર ટીમ દ્વારા આધુનિક સાધન સામગ્રીથી 150 ફૂટ નીચે ફસાયો હતો. ભુજ પ્રાંત, મામલતદાર, 108 અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભુજ પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ, પ્રાથમિક પૂછપરછમાં ગૃહ કંકાસમાં યુવક બોરમાં કૂદી ગયો હોય તેવું જણાવા મળ્યું છે, જો કે, હકીકત પોલીસ તપાસ બાદ જાણી શકશે.

આ પણ વાંચોઃ નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ સમયે બનેલી ઘટના, જમાલપુરમાં ગાજરનો હલવો ખાધા પછી ૩૪ લોકોને ફુડ પોઈઝનીંગ