Gujarat

જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં કોળી સમાજે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

By GS Team
11 Sep 20231 min read
This article was originally published on 11 Sep 2023
TukuTouch Logo
જેતપુરમાં તાજેતરમાં એક મહિલા કોન્સ્ટેબલે પોલીસ ક્વાટર્સમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક કોન્સ્ટેબલ જસદણના શિવરાજપુર ગામના વતની હતી અને છેલ્લા બે વર્ષથી જેતપુર સિટી પોલીસમાં ફરજ બજાવતા હતાં. આ ઘટના બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. સમગ્ર ઘટનાને પાંચ દિવસ વિત્યા બાદ પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાનો કોળી સમાજે આરોપ લગાવ્યો હતો અને આજે પત્રકાર પરિષદ યોજી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં કોળી સમાજે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

રાજકોટઃ જેતપુરમાં તાજેતરમાં એક મહિલા કોન્સ્ટેબલે પોલીસ ક્વાટર્સમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક કોન્સ્ટેબલ જસદણના શિવરાજપુર ગામના વતની હતી અને છેલ્લા બે વર્ષથી જેતપુર સિટી પોલીસમાં ફરજ બજાવતા હતાં. આ ઘટના બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. સમગ્ર ઘટનાને પાંચ દિવસ વિત્યા બાદ પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાનો કોળી સમાજે આરોપ લગાવ્યો હતો અને આજે પત્રકાર પરિષદ યોજી હતી. 

ત્રણ સાથી પોલીસકર્મીઓની ચેટ જાહેર કરી

સમાજના આગેવાનોએ આજે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં મૃતક કોન્સ્ટેબલ સાથે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મનદીપ, અભયરાજસિંહ જાડેજા અને વિપુલ ટીલાળા નામના ત્રણ સાથી પોલીસકર્મીઓની ચેટ જાહેર કરી હતી. સમાજના આગેવાનોએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પોલીસકર્મીઓના નામ આવતા પોલીસ દ્વારા આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

કાર્યવાહી કરવા 24 કલાકનું અલ્ટીમેટમ 

કોળી સમાજના આગેવાનોએ આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરવા 24 કલાકનું અલ્ટીમેટમ આપીને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને આવેદનપત્ર આપ્યું છે. જો પોલીસ યોગ્ય કાર્યવાહી નહિ કરે તો આગામી દિવસોમાં આવેદનપત્રો આપવામાં આવશે અને સાથે જ ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.