Gujarat
મહુવાના ગાંધીબાગમાં સામું જોવા મુદ્દે છરી વડે હુમલો
By GS TEAM
14 Apr 20261 min read

મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ચાર શખ્સોએ ત્રણ યુવકોને માર મારી છરી વડે ઈજા પહોંચાડી ધમકી આપી
ભાવનગર - મહુવાના ગાંધીબાગમાં સામું જોવા મુદ્દે ત્રણ યુવકોને ચાર શખ્સોએ માર મારી છરી વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધ્યો છે.
મહુવા ખાતે રહેતા સંદિપભાઈ શૈલેષભાઈ ચૌહાણે મહુવા પોલીસ મથકમાં જતીન કલ્પેશભાઈ ઉર્ફે લોમડી ચૌહાણ, ઉમેદ, ક્યુમ અને યાસિન વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગતરોજ સાંજે તેઓ તથા અમિત ઉર્ફે કાનુ અને ચંદ્રેશ મહુવાના ગાંધીબાગ ખાતે ફરવા ગયા હતા અને તે દરમિયાન ત્યાં ગાર્ડનમાં ફરવા આવેલા ઉક્ત જતીન ચૌહાણ તથા ઉક્ત લોકોએ કેમ સામુ જોવા છો? તેમ કહી ધોલ થપાટ મારી છરી વડે તેમને તથા અમીતને ઈજા પહોંચાડી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધ્યો છે.









