Get The App

ખેડા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વડાલા નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 3ના મોત

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
ખેડા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વડાલા નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 3ના મોત 1 - image


Kheda-Ahmedabad Highway Accident: ખેડા-અમદાવાદ હાઈવે પર આજે(29 માર્ચ) એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડાલા પાસે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત નીપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેમ્પો અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પિતા અને તેમના બે માસૂમ પુત્રોએ જીવ ગુમાવ્યા છે.

ખેડા-અમદાવાદ હાઈવે પર ટેમ્પો અને બાઈક વચ્ચે ભયંકર ટક્કરમાં 3ના મોત

મળતી માહિતી મુજબ, ખેડા-અમદાવાદ હાઈવે પર આવેલા વડાલા નજીકથી પસાર થઈ રહેલા બાઈક સવાર પરિવારને એક અજાણ્યા ટેમ્પોએ અડફેટે લીધો હતો. આ દુર્ઘટનામાં પિતા અને તેમના બે પુત્રોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: સરખેજમાં પાર્સલની આડમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું, 4,401 બોટલો સાથે રાજસ્થાનના શખસની ધરપકડ

આ બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.