Gujarat

કોમનવેલ્થગેમ્સને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટકચર સુવિધા મજબૂત બનાવાશે,બંછાનિધિ પાની

By GS TEAM
21 Feb 20262 mins read
કોમનવેલ્થગેમ્સને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટકચર સુવિધા મજબૂત બનાવાશે,બંછાનિધિ પાની

  અમદાવાદ,શુક્રવાર,20 ફેબ્રુ,2026

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા મજબૂત બનાવાશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યુ, શહેરના બ્યુટીફીકેશનમાં વધારો કરવા ઉપરાંત શહેરીજનોને સારી આરોગ્યની સુવિધા મળતી થાય એ બાબત ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામા આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ-૨૦૨૬-૨૭ના વાર્ષિક અંદાજપત્ર બેઠકના અંતે મ્યુનિસિપલ કમિશનરે કહ્યુ, બજેટ એ આવક અને ખર્ચનો દસ્તાવેજ નથી પરંતુ શહેરના ભવિષ્યના વિકાસ માટેનો નકશો છે.આપણે ભવિષ્યના અમદાવાદનુ નિર્માણ કરવા તરફ આગળ વધી રહયા છીએ.આવનારા દાયકામા શહેરને પર્યાવરણ ઉપરાંત નાગરિક કેન્દ્રીત અને ટેકનોલોજી આધારીત વૈશ્વિક કક્ષાએ સ્પર્ધા કરી શકે એ સ્તર ઉપર પહોંચાડવાનુ લક્ષ્યાંક છે.કમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તક આ શહેરને મળી છે. ત્યારે શહેરીજનોને બેઝીક સર્વિસ જેવી કે  રોડ,ડ્રેનેજ અને પાણી ઉપરાંત સ્ટ્રોમ વોટર, આરોગ્ય તેમજ લાઈટ સહિતની અન્ય સુવિધાઓ  આપવાની સાથે કોમનવેલ્થ ગેમ્સ માટે ઈકો સિસ્ટમ ઉભી કરવાનો આ બજેટમાં પ્રયાસ કરવામા આવ્યો છે.શહેરના મેયર પ્રતિભાજૈને બજેટ ઉપર સંબોધન કરતા કહ્યુ, પાંચ વર્ષમાં અમદાવાદના સર્વાંગી વિકાસ માટેના કામ કરવામા આવ્યા છે. આવનારા સમયમા પણ શહેરનો વિકાસ આગલ વધતો રહેશે.અમદાવાદને ઉત્તમથી સર્વોત્તમ બનાવી એક ખુશહાલ શહેર બનાવાશે.

મ્યુનિ.ના તમામ બજેટ બહુમતીએ મંજૂર કરાયા

        અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે દિવસની બજેટ બેઠકના અંતે શુક્રવારે મોડી રાતે કોર્પોરેશનના રુપિયા ૧૮૫૧૮ કરોડના વાર્ષિક બજેટ ઉપરાંત મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ, મા.જે.પુસ્તકાલય, વી.એસ.હોસ્પિટલ અને એ.એમ.ટી.એસ. એમ  તમામ પાંચ બજેટ સત્તાધારીપક્ષે બહુમતીએ મંજૂર કરી દીધા હતા. વિપક્ષ તરફથી બજેટમાં રુપિયા ૯૨૨ કરોડનો સુધારો સુચવવામા આવ્યો હતો.