Get The App

GUJCTOC ના ગુનામાં જામીન પર છૂટી રિક્ષાચાલકને ધમકી આપનાર કાસમઆલા ગેંગનો સાગરીત પકડાયો

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
GUJCTOC ના ગુનામાં જામીન પર છૂટી રિક્ષાચાલકને ધમકી આપનાર કાસમઆલા ગેંગનો સાગરીત પકડાયો 1 - image

વડોદરાઃ હાથીખાના વિસ્તારમાં રિક્ષાચાલકને તળાવમાં ફેંકી દેવાની ધમકી આપનાર કાસમ આલા ગેંગના સાગરીતને પોલીસે ઝડપી પાડયો છે.

હાથીખાનામાં રિક્ષા લઇ ઉભેલા યુવકને ગઇ તા.૨જી એપ્રિલે કારમાં આવેલા કાસમ આલા ગેંગના હુસેન સુન્ની અને મો.હલીમ સલીમખાન પઠાણ(મનસુરી કબ્રસ્તાન પાસે, મોતીનગર)એ ધમકી આપી હતી.જેમાં હુસેને તેને લાફો માર્યો હતો અને મો.હલીમે પોલીસ ફરિયાદ કરીશ તો સુરસાગર તળાવમાં ફેંકી દઇશ તેવી ધમકી આપી હતી.

ઉપરોક્ત બનાવની કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે થોડા સમય પહેલાં ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા મો.હલીમને ફતેગંજ વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.આરોપી સામે અગાઉ લૂંટ, ચોરી અને દારૃ સહિતના ૯ ગુના નોંધાયા હતા અને પાસા હેઠળ અટકાયત પણ થઇ હતી.