Gujarat

વડોદરા શહેર જિલ્લામાં તારીખ 1૦ જાન્યુઆરીથી 2૦ જાન્યુઆરી કરુણા અભિયાન

By GS Team
4 Jan 20221 min read
This article was originally published on 4 Jan 2022
વડોદરા શહેર જિલ્લામાં તારીખ 1૦ જાન્યુઆરીથી 2૦ જાન્યુઆરી કરુણા અભિયાન

- ઉતરાયણ પર્વમાં ઘવાયેલ પક્ષીની સારવાર માટે GVK EMRIની કરુણા એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની ટીમ તૈનાત કરવામાં આવશે

વડોદરા તા.4

રાજ્યમાં અબોલ પશુઓ માટેની કરુણા એમ્બ્યુલન્સ (1962) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહ્યું છે.

દર વર્ષ ની જેમ આ વખતે પણ તા.1૦ જાન્યુઆરીથી તા.2૦ જાન્યુઆરી - 2૦22 દરમિયાન વડોદરાના શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ પક્ષીઓને નુકસાન ના થાય અને તેમના જીવ બચાવવા માટે વડોદરામાં અલગ અલગ જગ્યાએ બર્ડ કેમ્પ રાખવામાં આવ્યા છે .જેમાં ફરતું પશુ દવાખાના (MVD) પાંચ એમ્બ્યુલન્સ સાથે કરુણા એમ્બ્યુલન્સ એમ મળીને કુલ સાત એમ્બ્યુલન્સ આ સેવામા જોડાશે.

એમ્બ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોક્ટરની ટીમ પણ ખડે પગે રહેશે. જેમાં કોઈ વ્યક્તિ જો કોઈ પક્ષીને લઈને આ કેમ્પમાં આવશે તો તેને નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે અને પક્ષીનો અમૂલ્ય જીવ બચવામાં આવશે.


વડોદરા જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ 1962 દ્વારા અત્યાર સુધીમાં 24841 બિનવારસી અને બિન માલિકીના પશુની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.

વડોદરા જિલ્લામાં ફરતું પશુ દવાખાના (MVD) ની કુલ17એમ્બ્યુલન્સ વાન કાર્યરત છે. જેમાં માલિકીના 81,894 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.