Get The App

વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા, ત્રણ ફરાર

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા, ત્રણ ફરાર 1 - image

Vadodara Liquor Raid : વડોદરા શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે બે અલગ અલગ સ્થળે દરોડા પાડી કુલ રૂ.11.97 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

સયાજીપુરા ગામ ખાતે દારૂના કટીંગ સમયે દરોડો,11.04 લાખનો  મુદ્દામાલ જપ્ત 

સયાજીપુરા એ.પી.એમ.સી. ફ્રૂટ માર્કેટ નજીક બાતમીના આધારે રેડ કરતા પીકઅપ ગાડી અને કારમાંથી કુલ 982 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો. દારૂની કિંમત રૂ.6,49,000 ગણાઈ હતી. સાથે બે મોબાઇલ અને બે વાહનો સહિત કુલ રૂ.11,04,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ કેસમાં જગદિશસિંહ ચૌહાણ (ખોડીયાર નગર), મોહિન પઠાણ અને મિતકુમાર પટેલ (બંને રહે-સયાજીપુરા ગામ) ઝડપાયા છે, જ્યારે ઉર્વેશખાન પઠાણ (સયાજીપુરા ગામ) સહિત ત્રણ આરોપી ફરાર છે.

મીની બસમાંથી ઉતરેલા ત્રણ મહિલા સહિત છ દારૂના જથ્થા સાથે ઝડપાયા

કપુરાઈ ચોકડી પાસે ફુટપાથ પર શંકાસ્પદ હાલતમાં ઉભેલા ત્રણ મહિલા અને ત્રણ પુરુષોની તપાસ કરતાં તેમના થેલાઓમાંથી 516 બોટલ અને ક્વાર્ટર મળી આવ્યા, જેની કુલ કિંમત રૂ.92,688 છે.

પકડાયેલા આરોપીઓમાં જીણીબેન રાઠવા, ભનતીબેન રાઠવા, ધોળીબેન રાઠવા (ત્રણેવ રહે-છોટાઉદેપુર), કાંતીભાઈ તોમર, કુવરસિંગ વાસકલી અને અલકેશ ટોકરીયા (તમામ રહે-મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.