કલોલ નગરપાલિકાએ વેરો નહીં ભરનાર ત્રણ દુકાનોને સીલ કરી

પાલિકા તંત્ર દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહી કરાતાં અન્ય વેપારીઓમાં ફફડાટ
કલોલ : કલોલ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત અંગેની કામગીરી પુરજોસમાં શરૃ કરવામાં આવી છે અને વેરા વસુલાત કરવા માટે જુદી જુદી ટીમો ઉતારવામાં આવી છે ત્યારે નગરપાલિકાએ ગતરોજ ત્રણ દુકાનોને સીલ માર્યા હતા ત્યારબાદ આજરોજ વધુ ત્રણ દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા.
કલોલ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત અંગે ની કામગીરી શરૃ
કરવામાં આવી છે અને તે માટે જુદી જુદી ટીમોને મેદાનમાં ઉતારી દેવામાં આવી છે
વર્ષોથી વેરો ના ભરતા હોય તેવા બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે
જેના ભાગરૃપે કલોલ નગરપાલિકા દ્વારા ગતરોજ વર્ષોથી વેરો ન ભરતા હોય તેવા ત્રણ
દુકાનદારોની દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા નગરપાલિકાએ ટાવર ચોક પાસે ત્રણ
દુકાનોને સીલ કરી હતી ત્યારે આજરોજ નગરપાલિકાએ કામગીરી કરતા વેપારી જીન માં વધુ
ત્રણ દુકાનોને સીલ કરી દીધી હતી વર્ષોથી વેરો ન ભરતા નગરપાલિકા દ્વારા કડક પગલાં
ભરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં પણ વેરો વસુલાત કરવા માટે નગરપાલિકા દ્વારા નળ
અને ગટરના જોડાણો કાપવાની કામગીરી કરવામાં આવનાર હોવાનો પાલિકા સૂત્રોએ જણાવ્યું
છે.









