Gujarat

કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના

By GS TEAM
15 May 20261 min read
TukuTouch Logo
કલોલની સઈજ GIDC વિસ્તારમાં ગત 14 મેના રોજ ઝેરી ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આવેલા ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા માટે શ્રમિકો અંદર ઉતર્યા હતા. આ દુર્ઘટનાને પગલે એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના

Kalol GIDC Tragedy: કલોલની સઈજ GIDC વિસ્તારમાં ગત 14 મેના રોજ ઝેરી ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આવેલા ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા માટે શ્રમિકો અંદર ઉતર્યા હતા. આ દુર્ઘટનાને પગલે એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના કલોલમાં સઈજ GIDCમાં ઈટીપી (ETP) પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી કાદવ અને કચરો દૂરે કરવા માટે શ્રમિકો તેમાં ઉતર્યા હતા. જેમાં શ્રમિકો ઉતરતાની સાથે ગૂંગળામણના કારણે બેભાન થયા હતા અને ટાંકીમાં રહેલા કાદવમાં ફસાયા હતા. એક શ્રમિકોને ઝેરી ગેસની અસર થયા બાદ પાછળ અન્ય શ્રમિકો બચાવવા ગયા હતા. 

આ દુર્ઘટનામાં અનિલ ભગવાન લોધી નામના શખસની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

મૃતકોના નામ

- અમિત પ્રીતમ પરીહાર (ઉં.વ.32, MP)

- અમરકુમાર શ્રીવાસ્તવ (ઉં.વ.33, UP)

- શિવનાથ રામશંકર દુબે (ઉં.વ.44, UP)