Gujarat

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યો : 10,56 લાખનો મુદ્દામાલ કબજે

By GS TEAM
20 Apr 20261 min read
TukuTouch Logo
પોલીસે અંગ્રેજી દારૂના ચપલા નંગ 1007 કી.રૂ.2,51,750, મહીન્દ્રા થાર ફોરવ્હીલ ગાડી કી.રૂ.8,00,000, વીવો કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ.5,000 સહિત કુલ મુદ્દામાલ કી.રૂ.10,56,750 નો મુદ્દામાલ કબજે કર્યો

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યો : 10,56 લાખનો મુદ્દામાલ કબજે

Jamnagar Liquor Raid : જામનગર જિલ્લામાં યુવાધનને નશામુક્ત બનાવવા તેમજ દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા ગુજરાત પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પીયુષ વાંદા (જામનગર ગ્રામ્ય વિભાગ)ની સૂચના મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી.આંબલિયા તથા તેમની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહીન્દ્રા થાર કારમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો મુળીલા ગામ તરફથી ભાવાભીખીજડીયા ગામ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે મુળીલા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી સંદિગ્ધ ગાડી અટકાવી તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના ચપલા નંગ 1007 કી.રૂ.2,51,750 સહિતનો જથ્થો મળી આવ્યો હતો, અને જગતસિંહ ઉર્ફે રાજા વિરેન્દ્રસિંહ જાડેજા (ઉંમર-23 વર્ષ, ધંધો- ખેતી, રહે. ભાવાભીખીજડીયા ગામ, તા. કાલાવડ) ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂના ચપલા નંગ 1007 કી.રૂ.2,51,750, મહીન્દ્રા થાર ફોરવ્હીલ ગાડી (રજી. નં.જી.જે.36 એ.એફ 8712) કી.રૂ.8,00,000, વીવો કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ.5,000 સહિતકુલ મુદ્દામાલ કી.રૂ.10,56,750 નો મુદ્દામાલ કબજે કરાયો છે, અને આ દારૂ સપ્લાય કરનાર ગોંડલના યશપાલ નામના શખ્સને ફરાર જાહેર કરાયો છે.