Gujarat

કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન, ઘણા સમયથી હતા બીમાર

By GS Team
4 Feb 20251 min read
This article was originally published on 4 Feb 2025
કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન, ઘણા સમયથી હતા બીમાર

KARSHANBHAI SOLANKI PASSES AWAY : મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને આજે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાને તેની અંતિમ યાત્રા નીકળશે. સવારે 10.30 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે. 

નોંધનીય છે કે કરશનભાઈ લાંબા સમયથી બીમાર હતા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.

સાદગીભર્યું જીવન, સરકારી બસમાં કરતાં મુસાફરી

નોંધનીય છે કે કરશનભાઈ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા. તેઓ ઘણીવાર સરકારી બસમાં મુસાફરી કરતાં તો લોકોમાં ચર્ચાનો વિષય બની જતો હતો. ઘણી વખત તેમને મોંઘીદાટ ગાડીઓની ઑફર પણ આવી હતી જે તેમણે સ્વીકારી નહીં. તેમના સાદગીભર્યા જીવનના કારણે તેમને લોકચાહના મળી હતી. 

રાજનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ