Get The App

'વન નેશન વન ઈલેક્શન'થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
'વન નેશન વન ઈલેક્શન'થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC 1 - image


One Nation One Election: ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના ચેરમેને દાવો કરતા જણાવ્યું હતું કે, ‘વન નેશન - વન ઈલેક્શન’થી દેશના સાત લાખ કરોડ રૂપિયા બચી જશે! આ રકમ વિકાસ કામોમાં વાપરી શકાશે.' એટલું જ નહીં તેના કારણે ભારતના જીડીપીમાં પણ 1.6 ટકા જેટલો વધારો થવાનો દાવો પણ કરાયો છે. આ દરખાસ્ત સંદર્ભે જુદા જુદા વિભાગોના ઈનપુટનો રિપોર્ટ આપવા તેમણે ગુજરાતના ચીફ સેક્રેટરીને નિર્દેશ આપ્યો હતો.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાયા બાદ 100 દિવસમાં પાલિકા-પંચાયતોની ચૂંટણીની ભલામણ

જેપીસીના સભ્યોએ 20મી મેના રોજ ગુજરાતના ચીફ સેક્રેટરી સહિતના અધિકારીઓ, સત્તાપક્ષ ભાજપના પદાધિકારીઓ વગેરે સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ જેપીસીના ચેરમેને વિગતો આપતા જણાવ્યું હતું કે, 'રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું છે. જેમાં અગાઉ ધ્યાનમાં ન લેવાયા હોય તેવા ઘણાં મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે. દેશમાં જો એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તો સાત લાખ કરોડ રૂપિયા બચાવી શકાય તેમ છે. જેનો ઉપયોગ માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સાથે ગરીબોના કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય અને જાહેર સુવિધાને લગતા કાર્યો માટે થઈ શકે છે.' 

કમિટી દ્વારા એક સાથે ચૂંટણીઓ યોજવા અંગે 18 હજાર પાનાનો રિપોર્ટ રજૂ કરાયો છે. જેને સરકારે સ્વીકારી લીધો છે. જેમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાયા બાદ 100 દિવસમાં પાલિકા-પંચાયતોની ચૂંટણીનું આયોજન કરવાની પણ ભલામણ કરાઈ છે. જેપીસી અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, કર્ણાટક રાજ્યોની મુલાકાત લઈ ચૂકી છે.