Gujarat

વાઘોડિયારોડના મકાનમાંથી સાડા છ તોલાના દાગીનાની ચોરી

By GS TEAM
6 Jun 20261 min read
વાઘોડિયારોડના મકાનમાંથી સાડા છ તોલાના દાગીનાની ચોરી

 વડોદરાબીજા મકાને સૂવા ગયેલા વૃદ્ધ દંપતીના ઘરને નિશાન બનાવી ચોર ટોળકી સાડા છ તોલાના દાગીના ચોરી ગઇ હતી. પોલીસે સાડા છ તોલા વજનના દાગીનાની કિંમત માત્ર ૧. ૯૫ લાખ લગાવી છે.

વાઘોડિયારોડ કલાદર્શન ચાર રસ્તા પાસે નટરાજનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઇ ભીખાભાઇ ધોબીનું બીજું મકાન વાઘોડિયારોડ દેવાશિષ હાઇટ્સમાં છે. ગત ૫ મી તારીખે તેઓ મકાનને તાળું મારીને પરિવાર સાથે બીજા મકાને સૂવા ગયા  હતા.બીજા દિવસે તેઓ ઘરે આવ્યા ત્યારે મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો હતો અને ઘરમાં સામાન વેરવિખેર  હતો. ચોર ટોળકી તેમના ઘરમાંથી સોનાનો હાર, મેગળસૂત્ર, બુટ્ટીઓ અને ચેન મળી કુલ સાડા છ તોલા વજનના દાગીના ચોરી ગઇ હતી. જે અંગે પાણીગેટ  પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.