Gujarat

ચોરી કરી દાગીના વેચી દીધા : સોની અને ચોરની ધરપકડ

By GS Team
18 Oct 20251 min read
This article was originally published on 18 Oct 2025
ચોરી કરી દાગીના વેચી દીધા : સોની અને ચોરની ધરપકડ

વડોદરા,વાઘોડિયા રોડની સોસાયટીના બંધ મકાનમાંથી ચોરી કરીને કચ્છ ભાગી ગયેલા આરોપીને પાણીગેટ  પોલીસ પકડી લાવી છે. જ્યારે સોના ચાંદીના દાગીના ખરીદી લગડી બનાવનાર સોનીને પણ ઝડપી પાડયો છે.

 વાઘોડિયા રોડ પર અતુલ સોસાયટીમાં રહેતા મીત પૌમિનકુમાર શાહ ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. ચોર ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૃપિયા મળી ૫.૫૦ લાખ રૃપિયાની મતા લઈને ફરાર થઈ ગયા હતા. જેે અંગે  પાણીગેટ  પોલીસ  સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પી.આઇ. એ.બી.પટેલે તપાસ  હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ ચોરી રાહુલ જેઠાભાઇ વાઘેલા (રહે.ઉકાજીના વાડિયામાં, વાઘોડિયા રોડ)એ કરી છે. ચોરી કર્યા પછી તે શહેર છોડીને ભાગી ગયો છે. ટેકનિકલ સોર્સના આધારે પોલીસે તપાસ કરતા  આરોપીનું લોકેશન કચ્છ - ભૂજ ખાતે મળી આવ્યું હતું. જેથી, પોલીસની ટીમ જઇને આરોપીને  પકડી લાવી હતી. ચોરીના દાગીના લઇ લગડી બનાવી દેનાર સોની ગોવિંદલાલ જેઠાભાઇ સોની (રહે. આકાશદિપ સોસાયટી, સુભાનપુરા) ની  પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ૫.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.