Get The App

ગોલેતરપામાં બંધ ઘરનો નકૂચો તોડીને દાગીના, રોકડ મળી રૃ. 5 લાખની ચોરી

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
ગોલેતરપામાં બંધ ઘરનો નકૂચો તોડીને દાગીના, રોકડ મળી રૃ. 5 લાખની ચોરી 1 - image

લીંબડીમાં તસ્કરોએ સપાટો બોલાવ્યો, બે દિવસમાં બે મકાનમાં ચોરી

પોલીસ ચોપડે નોંધેલી અનેક ચોરીના ભેદ હજુ સુધી ઉકેલાયા નથી ઃ વારંવાર બનતી ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં રોષ

લીંબડી - લીંબડી શહેરના વ્હાઈટ હાઉસ નજીક શનિવારે મોડી રાત્રે જુની સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને અંદાજે અઢી લાખનાં મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં લીંબડી પોલીસ હજુ ગુનો નોધીંને તપાસ હાથ ધરે તે પહેલાં આ જ વિસ્તારની પાછળની સાઈડમાં આવેલા ગોલેતરપા શેરીમાં રહેતાં ડો. ઉમેશભાઈ આહીરના ઘરમાં ચોરી થઇ છે.

ડો. ઉમેશભાઈ લૌકિક કામ અર્થે બહાર ગયા હતા ત્યારે તેમના બંધ મકાનના દરવાજાના નકુચાં તોડીને તસ્કરો ઘર પ્રવેશ કર્યો હતો. તસ્કરોેેએ તિજોરી માંથી રોકડ રૃપિયા સાડા ચાર લાખ, છ ગ્રામ સોનાની બુટ્ટી, કડલી અને ચાંદીની જાંજરી મળીને અંદાજે કુલ રૃપિયા પાંચ લાખનાં મુદ્દામાલ માલની ઉઠાંતરી કરી ઘરમાં તોડફોડ કરીને નાસી છુટયા હતાં. આ બનાવની જાણ તેમના પાડોશીને થતાં તેમણે ઉમેશભાઈ આહીરને જાણ કરી હતી.

ઉમેશભાઈ તાત્કાલિક લીંબડી તેમના ઘેર દોડી આવ્યા હતાં. આ બનાવ અંગેની જાણ પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા શખ્સ વિરૃદ્ધ ફરીયાદ નોંધી  તસ્કરોને ઝડપી પાડવા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

 

લીંબડીમાં બે દિવસમાં નજીક-નજીકના વિસ્તારમાં ચોરીના બે બનાવ બન્યા છે. બંને વિસ્તારનજીક હોમગાર્ડ જવાનોના ચાર પોઈન્ટ છે. વ્હાઈટ હાઉસ, લીંબડી કોર્ટ, ગ્રીનચોક, લેકયુ બિલ્ડીંગ તથાં અને લીબડી ડીવાયએસપીના બંગલાથી પણ નજીકનો વિસ્તાર છે. ત્યારે તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંરતા હોય તેવું શહેરીજનો લાગણી અનુભવી રહ્યાં છે. 

પોલીસ ચોરી થાય ત્યારે દર વખતે સીસીટીવીનો સહારો લે અને પછી તપાસ પુરી થઇ જાય છે. શહેરમાં છેલ્લા ઘણા મહિનામાં થયેલી ચોરીનો ભેદ હજુ સુધી નહીં ઉકેલાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.