Get The App

બાલાસિનોરમાં ઘરના નકૂચા તોડીને રૂપિયા 1.57 લાખના ઘરેણાંની ચોરી

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
બાલાસિનોરમાં ઘરના નકૂચા તોડીને રૂપિયા 1.57 લાખના ઘરેણાંની ચોરી 1 - image

- પરિવાર સાઢુભાઇની પુત્રીના લગ્નમાં રામનગર ગયો હતો

- સોનાની બુટ્ટી, વીંટી, કડી, ચુની, મંગળસૂત્ર, લક્કી સહિતના ઘરેણાં તસ્કરો તિજોરીમાંથી કાઢી ગયા

બાલાસિનોર : બાલાસિનોરના નવા રોહિતવાસમાં રહેતા મધ્યાહ્ન ભોજન યોજનાના પૂર્વ સંચાલકના ઘરના નકૂચા તોડીને તસ્કરો રૂ.૧.૫૭ લાખના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પરિવાર સાઢુભાઇની પુત્રીના લગ્નમાં આણંદ તાલુકાના રામનગર ખાતે ગયો હતો, ત્યારે તકનો ગેરલાભ ઉઠાવી તસ્કરો ત્રાટક્યા હતા.

બાલાસિનોરના નવા રોહિતવાસમાં વિવેકાનંદ વિદ્યાલયની પાસે રહેતા અને અગાઉ બખલીવાલા પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલક તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઇ ઉર્ફે જશુભાઇ કાનજીભાઇ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૫ના રોજ તેમના સાઢુભાઇની પુત્રીના લગ્ન હોવાથી ઘરને તાળાં મારીને પરિવાર સાથે રામનગર ખાતે ગયા હતા. આ દરમિયાન રાત્રિના સમયે કોઇ તસ્કરો મકાનની બહારના ભાગે લગાવેલી લોખંડની જાળીને મારેલા તાળાંનો નકૂચો અને લાકડાના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં રાખેલી તિજોરીમાંથી સોનાની બુટ્ટી, વીંટી, કડી, ચુની, ચાંદીની પાયલ, મંગળસૂત્ર, લક્કી સહિતના રૂ.૧.૫૭ લાખની કિંમતના ઘરેણાં ચોરી કરી ગયા હતા. લગ્ન પ્રસંગમાં તેમને આ અંગે જાણ થતા ઘરે આવીને તપાસ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.