Get The App

વાઘોડિયામાં મોડી રાત્રે સોની પર હુમલો કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
વાઘોડિયામાં મોડી રાત્રે સોની પર હુમલો કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ 1 - image

Vadodara Robbery : વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં મોડી રાત્રે એક જવેલર્સ પર હુમલો કરી ચાર લૂંટારૂઓ રોકડ અને દાગીનાની લૂંટ કરી ફરાર થઈ જતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયાના નારાયણનગર સોસાયટીમાં રહેતા જિતેન્દ્ર દિનેશચંદ્ર પોલા સોના ચાંદીનાનો વેપાર કરે છે. તેઓ રાત્રે દુકાન-બંધ કરી દાગીના સાથે લઈને વાઘોડિયાની લાઈબ્રેરી પાસેથી મોપેડ લઇ પસાર થતા હતા. તે વખતે 4 અજાણ્યા શખ્સોએ આવીને જિતેન્દ્રભાઈના માથામાં ધારદાર હથિયારોનો ઘા કરી તેમની પાસેના દાગીના અને રોકડ મળી સાડા ચાર લાખ રૂપિયાની લૂંટ કર્યા બાદ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત જવેલર્સને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ જિલ્લા પોલીસને થતાં વાઘોડિયા પોલીસ સહિત એલસીબી અને એસઓજીના માણસો લૂંટારૂઓને ઝડપી પાડવા માટે રાત્રે દોડાદોડી કરી હતી. બીજી બાજુ પોલીસની એક ટીમે જવેલર્સના ભાઈની ફરીયાદ લઈ આગળની  કાર્યવાહી હાથ ધરી છે.