Gujarat

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની જેલની સજા અને દંડનો હુકમ યથાવત

By GS TEAM
3 Dec 20251 min read
TukuTouch Logo
આ કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને 1 વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ.6,45,000નો દંડ કરવામાં આવેલો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની જેલની સજા અને દંડનો હુકમ યથાવત

Jamnagar Court : જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને મોરબીમાં મહેશ હોટલ–ઠાકર લોજનો ધંધો કરતા જયેશ ભુપતભાઈ ઠાકરે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલો અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થતા સોસાયટી દ્વારા નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ- 138 અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલી હતી.

આ કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને 1 વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ.6,45,000નો દંડ કરવામાં આવેલો હતો. 

આ હુકમથી નારાજ થઈને આરોપી દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલી અને અપીલ ચાલી જતાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ટ્રાયલ કોર્ટનું રેકર્ડ અને કેસની હકીકતોને ધ્યાને લઈ સેશન્સ કોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખી એપોલેન્ટની અપીલ નામંજૂર એટલે કે, રદ કરવામાં આવી છે.