Get The App

જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ 1 - image

જામનગરના સિધાર્થ નગર વિસ્તાર માં બે દિવસ પહેલા ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. જે ગુનાનો ભેદ ઉકેલવા માં એલસીબી પોલીસ ને સફળતા મળી છે, અને એક આરોપીને ચોરાઉ ઘરેણા સાથે ઝડપી લીધો છે.

એલસીબી ના પો.ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ   પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા તથા પો.સ.ઇ.  એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો  પેટ્રોલિંગ હતા. દરમિયાન સ્ટાફને બાતમીદારોથી હકીકત મળેલી કે, ગત તા.05/02/2026ના  જામનગર શહેરમાં વુલનમીલ સિધ્ધાર્થનગર માં રહેતા પવિણભાઇ નારણભાઇ બગડા ના બંધ મકાનના દરવાજાના તાળા તોડી મકાન અંદર રાખેલ કબાટમાથી સોના ચાંદીના દાગીના ની ચોરી થયેલ.  આ ગુના નો આરોપી  શની જેસીંગભાઇ કોળી ( રહે.દિજામ સર્કલ પાસે બાવરીવાસ જામનગર) હાલ જામનગર શહેર માં બાવરીવાસ ખુલ્લી ફાટક પાસે મુદામાલ સાથે ઉભેલ છે. તેવી હકિકતના આધારે દરોડો પાડી તેને ઝડપી લેવાયો છે. પોલીસે આરોપી પાસેથી  સોનાના દાગીના રૂ.92,000,  ચાંદીના દાગીના રૂપિયા 8,500 મળી કુલ રૂ.1,00,500નો મુદામાલ કબજે કર્યો છે. અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.