જામનગરમાં દારૂ વિરોધી ઝુંબેશ : જુદા-જુદા 3 વિસ્તારોમાં પોલીસના દરોડા, દારૂનો જથ્થો જપ્ત કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Raid : જામનગર શહેરમાં દારૂ વિરોધી કામગીરી અંતર્ગત પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં પ્રોહીબીશન કાયદા હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
પ્રથમ બનાવમાં તા.29/04/2026ના રોજ સાંજે રણજીતસાગર રોડ પર આવેલી ગુટી કોમ્પલેક્ષ પાછળની ખુલ્લી જગ્યામાંથી હિતેનભાઈ ગોવિંદભાઈ ટાંક (ઉ.વ. 36, રહે. જામનગર) પાસેથી ભારતીય બનાવટની દારૂની બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કાયદા હેઠળ ગુનો નોંધાયો છે.
બીજા બનાવમાં, પંચકોશી ‘એ’ ડિવિઝન વિસ્તારમાં ધુવાવ હાઉસિંગ બોર્ડ બાવરીવાસ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી દરોડા દરમિયાન કાચો આથો (લિટર 8) અને દેશી દારૂ (લિટર 3) સહિતનો મુદામાલ મળી આવ્યો હતો. આરોપી અજય રામભાઈ મકવાણા સ્થળ પર હાજર ન મળતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
ત્રીજા બનાવમાં, સીટી ‘સી’ ડિવિઝન વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ પર જાહેર રસ્તા પરથી બે આરોપીઓ કલ્પેશભાઈ અમુભાઈ પરમાર (ઉ.વ. 39) અને શાંતિભાઈ દયાળજીભાઈ સોનગરા (ઉ.વ. 55)ને ગેરકાયદેસર રીતે દારૂ સાથે પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી બે બોટલ દારૂ તથા મોટરકાર સહિત કુલ રૂ.1,00,650નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા તમામ બનાવોમાં પ્રોહીબીશન કાયદા હેઠળ ગુનાઓ નોંધવામાં આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં દારૂ વિરોધી ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.









