Gujarat

જામનગર શહેરમાં ગઈકાલે વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો : જોડીયામાં એક ઇંચ : જયારે અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં વરસ્યા

By GS Team
22 Aug 20251 min read
This article was originally published on 22 Aug 2025
TukuTouch Logo
જામનગર શહેરમાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યા બાદ બપોરે દોઢેક વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં ગઈકાલે વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો : જોડીયામાં એક ઇંચ : જયારે અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં વરસ્યા

Jamnagar Rain Update : જામનગર શહેરમાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યા બાદ બપોરે દોઢેક વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હતો, અને બપોરે 4.00 વાગ્યા સુધીમાં 29 મી.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

 જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ બંધાયેલો છે, અને છૂટા છવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. ચાલુ વરસાદી સિઝનમાં મોસમનો કુલ વરસાદ 483 મી.મી. (20 ઇંચ) નોંધાયો છે.

 જામનગર જિલ્લાના જોડીયામાં ગઈકાલે બપોર બાદ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી પાણી થયા હતા.

 આ ઉપરાંત ધ્રોલમાં 6 મી.મી., કાલાવડમાં 4 મી.મી., લાલપુરમાં 8 મી.મી., અને જામજોધપુરમાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે.

 ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડામાં 22 મી.મી., જામજોધપુરના વાંસજાળીયામાં 23 મી.મી., શેઠ વડાળામાં 12 મી.મી. સમાણામાં 9 મી.મી., જામવાડીમાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે.

 ઉપરાંત કાલાવડના મોટા વડાળામાં 14 મી.મી., જોડિયાના બાલંભામાં 13 મી.મી., જામનગર તાલુકાના વસઇમાં 12 મી.મી., જાંબુડામાં 11 મી.મી., મોટી બાણુંગારમાં 15 મી.મી., અને લાખાબાવળમાં 14 મી.મી વરસાદ નોંધાયો છે.