Gujarat

વાંકાનેરમાં ₹2 કરોડના દારૂના કેસમાં ફરાર જામનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ

By GS TEAM
1 Jun 20262 mins read
TukuTouch Logo
મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે કરોડ રૂપિયાના વિદેશી દારૂના કેસમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમને એક મોટી સફળતા મળી છે. આ ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા અને જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા કોર્પોરેટર મંજુબહેન બાંભણિયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયાને પોલીસે ચોટીલા નજીકથી દબોચી લીધો હતો. પોલીસની પકડથી બચવા માટે ભાગતા ફરતા આ શખસને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંકાનેરમાં ₹2 કરોડના દારૂના કેસમાં ફરાર જામનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ

Jamnagar BJP Corporator Son Arrested: મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે કરોડ રૂપિયાના વિદેશી દારૂના કેસમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમને એક મોટી સફળતા મળી છે. આ ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા અને જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા કોર્પોરેટર મંજુબહેન બાંભણિયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયાને પોલીસે ચોટીલા નજીકથી દબોચી લીધો હતો. પોલીસની પકડથી બચવા માટે ભાગતા ફરતા આ શખસને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

ચોટીલાની હોટલ નજીક વોચ ગોઠવીને દબોચાયો

રાજકોટ રેન્જની સ્પેશિયલ ટીમને માહિતી મળી હતી કે, વાંકાનેરના કરોડોના પ્રોહિબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી હિતેશ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં આસપાસ ફરી રહ્યો છે. જેને લઈને પોલીસે ચોટીલામાં એક હોટલ નજીક સઘન વોચ ગોઠવી હતી. આરોપી ત્યાં આવતાં જ પોલીસે તેને ચારેય તરફથી ઘેરીને આબાદ ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: એક નવી ફેશન : લગ્ન જીવન જાસૂસી તંત્રને ભરોસે, વર્ષમાં 8000થી વધુ કેસ ડિટેક્ટિવને સોંપાયા

આરોપી સામે હત્યા અને મારામારી સહિતના 19 ગંભીર ગુના

પોલીસ રેકોર્ડ મુજબ, ઝડપાયેલો આરોપી હિતેશ ઉર્ફે વાંગો હિસ્ટ્રીશીટર અને રીઢો આરોપી છે. તેની સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ઘાતક મારામારી તેમજ મોટા પાયે દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સહિતના કુલ 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે અગાઉ પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે.

આ ધરપકડ બાદ સ્થાનિક રાજકારણમાં અને પોલીસ પ્રશાસનની કામગીરી સામે અનેક ચર્ચાઓ જાગી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, જ્યારે આરોપી વાંગો કરોડોના દારૂના કેસમાં પોલીસ ચોપડે નાસતો-ફરતો (વોન્ટેડ) જાહેર કરાયો હતો, તે દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી હતી. આ ચૂંટણીમાં તે પોતાની માતા અને ભાજપના ઉમેદવારના પ્રચારમાં ખુલ્લેઆમ ફરતો દેખાયો હતો. એટલું જ નહીં, ચૂંટણી પૂરી થયા બાદ ભાજપના વિજય સરઘસમાં પણ તેની સક્રિય હાજરી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને રાજકીય મોરચે પણ ભારે ચર્ચા જાગી છે.

હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપીનો કબજો મેળવીને આ કરોડોના દારૂના નેટવર્કમાં તેના સિવાય અન્ય કયા મોટા ગજગ્રાહ ધરાવતા બુટલેગરો કે રાજકીય માથાઓ સામેલ છે તે દિશામાં સઘન પૂછપરછ અને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.