Gujarat

જામનગરની સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ દ્વારા જીલ્લાના 28 ગામડાઓના તળાવો ઊંડા ઉતારવાના કાર્યનો થયો શુભારંભ

By GS TEAM
22 Feb 20262 mins read
TukuTouch Logo
જામનગરની સેવાભાબી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા સયુકત રીતે, આગામી ચોમાસા પહેલાં જામનગર જીલ્લાના 28 ગામડાઓના તળાવોને ઊંડા ઉતારવાના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ દ્વારા જીલ્લાના 28 ગામડાઓના તળાવો ઊંડા ઉતારવાના કાર્યનો થયો શુભારંભ

જામનગરની સેવાભાબી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા સયુકત રીતે, આગામી ચોમાસા પહેલાં જામનગર જીલ્લાના 28 ગામડાઓના તળાવોને ઊંડા ઉતારવાના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે.

"વર્ષા જળ સંચય" માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી પ્રેરાઈ બી.જે.એસ. જૈન સંગઠન જામનગર દ્વારા વર્ષ 2024 અને વર્ષ 2025માં 12 ગામડાઓના 15 તળાવો ઊંડા ઉતારી 18 કરોડ લીટર વર્ષા-જળ સંગ્રહ ક્ષમતા વધારવા કાર્ય કરવામાં આવ્યું હતું.

આ કાર્યના પરિણામોથી પ્રેરાઈ, જામનગરની બે સેવાભાવી સંસ્થાઓ  જૈન સંગઠન ફાઉન્ડેશન અને  રોટરી ક્લબ ઓફ જામનગરે સંયુક્ત રીતે વર્ષ 2026ના ચોમાસા પહેલા, સ્વ-ભંડોળથી 28 ગામડાઓના તળાવો ઊંડા ઉતારી ૩૫ કરોડ લીટર વર્ષા-જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે કમર કસી છે.

જામનગર જીલ્લાના ગામડાઓના સર્વે અને ગ્રામ-સભાઓ આયોજવામાં આવી રહી છે, અને સરકાર દ્વારા 'સુજલામ સુફલામ નો પરિપત્ર જાહેર થતાં જ મચ્છુ-બેરાજા, ડબાસંગ, આરબલુસ, આરીખાણા, ચાંપા-બેરાજા, ઠેબા, સડોદર, રાવલસર, બાલાચડી, ઈશ્વરીયા, ધ્રોલ, મોટા-વાગુદડ, ધુન-ધોરાજી જેવા કુલ 28 ગામ ના તળાવો ઊંડા ઉતારવાનું કાર્ય શરુ કરવામાં આવશે.

તા. 19-02-2026ના રોજ મચ્છુ-બેરાજા ગામે સંસ્થા ના પ્રતીનીધીઓ જીગ્નેશ શાહ, હિતેશ ચંદરિયા, શરદ શેઠ, સમીર મહેતા, નિહાર માલદે, જયેશ મહેતા વગેરએ ની ઉપસ્થિતિ માં ગ્રામ-સભા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ-જનો એ સહકાર આપવા તત્પરતા દર્શાવી હતી. આજ રીતે આગામી દિવસોમાં અન્ય ગામો માં પણ ગ્રામ-સભાઓ યોજવામાં આવનાર છે.

જળ-સંચયના આ સેવા યજ્ઞ માટે કંપનીઓના સી.એસ.આર ફંડ, દાતાઓ ના દાન અને ગ્રામ-જનો ના સહકાર થી ભંડોળ એકત્રિત કરી. સરકારનો કોઈ આર્થિક સહયોગ લીધા વગર. સ્વ-ભંડોળ થી જ કાર્ય સંપન્ન કરવામાં આવશે. જળ-સંચય, પર્યાવરણની સુરક્ષા, સ્વચ્છતા વગેરે ફક્ત સરકારની જ નહિ, આપણા સર્વેની ફરજ છે. જન-શકિત થી જ આવા કાર્યો સુગમતા થી સંપન્ન થઈ શકે. જળ-સંચયના સેવાયજ્ઞમાં તન-મન-ધન થી સહયોગ આપવા ઈચ્છા ધરાવતા લોકોએ સંસ્થા ના પ્રતિનિધિનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.