Gujarat

કૃષ્ણનગરમાં યુવકની વૃક્ષ પર લટકતી લાશ મળી

By GS TEAM
11 Mar 20261 min read
કૃષ્ણનગરમાં યુવકની વૃક્ષ પર લટકતી લાશ મળી

 અમદાવાદ,બુધવાર

કૃષ્ણનગર વિસ્તારમાં બાપા સિતારામ ચોકથી ઝુડીયો જવાના રસ્તામાં અવાવરું સ્થળે આજે સાંજે એક યુવકની લાશ ઝાડ ઉપર લટકતી હતી. આ બનાવની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં ઓરિસ્સાનો સ્વાઇન નામનો ૩૫ વર્ષનો યુવક હોવાનું જાણવા મળ્યું હતું.

કૃષ્ણનગર પોલીસે અકસ્મમાતે મોત ગુનો નોંધી હત્યાની આશંકા આધારે  તપાસ હાથ ધરી

પોલીસ તપાસમાં મૃતક યુવક મજૂરી કામ કરતો હતો અને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગ કૃષ્ણનગર પોલીસે અક્સ્માતે મોત નોંધીને વાલી વારસોને જાણ કરીને વધુ તપાસ હાથ ધરી છે.