Get The App

કઠવાડા અને ઇસનપુરમાં પરિવાર ધાર્મિક સ્થળે ગયું મકાનમાંથી રૃા. ૧૫.૮૫ લાખની મતા ચોરાઇ

ફાર્માસીસ્ટનો પરિવાર વૈષ્ણોદેવી ફરવા જતા ઘરમાં ૧૪.૬૩ લાખની ચોરી

નિકોલ-ઇસનપુર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
કઠવાડા અને ઇસનપુરમાં પરિવાર ધાર્મિક સ્થળે ગયું મકાનમાંથી રૃા. ૧૫.૮૫ લાખની મતા ચોરાઇ 1 - image

અમદાવાદ, શનિવાર 

કઠવાડામાં આરબીઆઇના ફાર્માસીસ્ટ પરિવાર સાથે વૈષ્ણોદેવી ફરવા ગયા અને તસ્કરો ઘરમાંથી રોકડા રૃા. ૮ લાખ તથા દાગીના સહિત કુલ રૃા. ૧૪.૬૩ લાખની ચોરીની કરી હતી. જ્યારે ઇસનપુરમાં પરિવારજનો બહુચરાજી  મંદિરે પગપાળા સઘમાં ગયા હતા અને મકાનના તાળા તોડી તસ્કરો રૃા. ૧.૨૨ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.

ઇસનપુરમાં પરિવારજનો બહુચરાજી મંદિરે પગપાળાં સઘમાં ગયા અને રૃા.૧.૨૨ લાખની મતાની ચોરી નિકોલ-ઇસનપુર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

કઠવાડામાં રહેતા અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયામાં ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૪ના રોજ પરિવાર સાથે વૈષ્ણોદેવી-જમ્મું છ દિવસ ફરવા ગયા હતા. ફરીને તા. ૯ ના રોડ ટ્રેનમાં બેસીને ઘરે પરત આવતા હતા ત્યારે સોસાયટી પડોશીએ પિતાને ફોન કરીને તમારા મકાનના તાળા તૂટેલા હોવાથી ચોરી થઇ હોય તેવું લાગી રહ્યું છે. જેથી ફરિયાદીએ તેમના મિત્રને ઘર જઈને તપાસ કરવાનું કહેતા મિત્રે જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી બીજી દિવસે બાદમાં તેઓ ઘરે પહોંચતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલ હતો અને ઘરમાં તપાસ કરતા રોકડા રૃા. ૮ લાખ અને દાગીના સહિત કુલ રૃા. ૧૪.૬૩ લાખની મતાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.

બીજા બનાવમાં ઇસનપુરમાં રહેતો યુવક તેમના પરિવાર સાથે ૨૮-૦૩-૨૬ના રોજ ચાલતા પગપાળા સંઘમાં બહુચરાજી દર્શન કરવા ગયા હતા. તા ૫ના રોજ તેમનો પુત્ર ઘરે જઇને જોતા ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું અને દાગીના સહીત કુલ રૃા.૧.૨૨ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.