Get The App

વેપારીએ ફોરેન એક્સચેન્જમાં રોકાણ કરી ૨૪.૪૦ લાખ ગુમાવ્યા

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો

તગડો નફો કમાવવાની લાલચ આપી ગઠિયા લાખો રૃપિયા પડાવ્યા

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
વેપારીએ ફોરેન એક્સચેન્જમાં રોકાણ કરી ૨૪.૪૦ લાખ ગુમાવ્યા 1 - image

અમદાવાદ, શુક્રવાર

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તેવી તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાહપુરમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરતા વેપારીએ તગડો નફો કમાવવાન લાહયમાં લાલચમાં આવ્યા હતા અને સાયબર ગઠિયાના કહેવા મુજબ ફોરેન એક્સેચેન્જમાં રોકાણ કરીને રૃા. ૨૪.૪૦ લાખ ગુમાવ્યા હતા. જો કે વિશ્વાસ કેળવવા માટે ગઠિયાએ પ્રથમ રૃા.૪૫.૫૦૦ રોકાણ કરાવીને વિડ્રો કરવા દીધા હતા ત્યારબાદ તગડો નફાની લાલચ આપતાં વેપારીએ લાખો રૃપિયાનું રોકાણ કરતાં વિડ્રો કરવા અલગ અલગ ચાર્જની માંગણી કરીને છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રૃા.૪૫.૫૦૦ રોકાણ કરાવી વિડ્રો કરવા દઇ વિશ્વાસ કેળવી વધુ નફાની લાલચ આપી લાખો રૃપિયા રોકાવ્યા બાદ પરત લેવા અલગ અલગ ચાર્જની માંગણી કરી

શાહપુર મીલ કમ્પાઉન્ડ પાસે રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરતા વૃદ્ધે સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં સુહાના કપુર સામે ફરિયાદ નોધાવી છે કે તા. ૨૯-૦૮-૨૦૨૫ના રોજ ફેસબુક માધ્યમથી આરોપી મહિલાએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી જેથી વેપારીએ એક્સેપ્ટ કરતાં ત્યારબાદ ફેસબુક ઉપર વાતચીત શરુ કરી હતી અને ફોરેન એક્સેચેન્જમાં રોકાણ કરવાથી વધુ  નફો કમાવવાની લાલચ આપી હતી જેથી વેપારીએ તગડો નફો કમાવવાન લાલચમાં આવીને મહિલાના કહેવા મુજબ ફોરેક્સ એક્સેચેન્જમાં રોકાણ કરીને રૃા. ૨૪.૪૦ લાખ ગુમાવ્યા હતા. જો કે વિશ્વાસ કેળવવા માટે ગઠિયાએ પ્રથમ રૃા.૪૫.૫૦૦ રોકાણ કરાવીને વિડ્રોે કરવા દીધા હતા ત્યારબાદ તગડો નફાની લાલચ આપતાં વેપારીએ લાખો રૃપિયાનું રોકાણ કરતાં વિડ્રો કરવા અલગ અલગ ચાર્જની માંગણી કરીને છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સાયબર ગઠિયા લોકોને છેતરવા માટે નીત નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે.