Gujarat

માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક સ્કૂલોમાં એકમ કસોટીનો પ્રારંભ

By GS Team
30 Dec 20211 min read
This article was originally published on 30 Dec 2021
માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક સ્કૂલોમાં એકમ કસોટીનો પ્રારંભ

પાલનપુર તા.29

બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની એકમ કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જિલ્લાની સરકારી તેમજ ખાનગી મળી કુલ ૫૯૮ સ્કૂલોમાં ધો.૯ થી ૧૨ માં ભણતા ૧૫૨૮૧૦ વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવામાં આવશે જોકે ગત વર્ષે કોરોનાને લઈ વિદ્યાર્થીઓને માસ પ્રમોસનથી ઉત્તીર્ણ કરાયા હતા.

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બોર્ડ દ્રારા વાષક અને અર્ધવાર્ષીક પરીક્ષા લેવામાં આવે છે તદ્દપરાંત વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને વધારવા જિલ્લા કક્ષાએ એકમ કસોટી લેવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં તા.૨૯ ડિસેમ્બર થી ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓની એકમ કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે બે તબક્કા માં યોજનાર આ એકમ કસોટી માં પ્રથમ તબક્કામાં તા.૨૯ અને ૩૦ ડિસેમ્બર અને બીજા તબક્કામાં તા.૬ અને ૭ જાન્યુઆરી ના એકમ કસોટી લેવામાં આવશે ચાર દિવસ ચાલનારી આ એકમ કસોટીમાં જિલ્લાની સરકારી , ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ સ્કૂલ મળી કુલ ૫૮૯ સ્કૂલોમાં ૧૫૨૮૧૦ વિદ્યાર્થીઓ ની એકમ કસોટી લેવામાં આવશે જોકે ગત વર્ષે કોરોના ને લઈ વિદ્યાર્થીઓ ની પરીક્ષા બંધ રહેતા વિદ્યાર્થીઓ ને માસ પ્રમોસન થી ઉત્તીર્ણ કરાયા હતા જેમાં એકમ કસોટીમાં ગુણાંક ને મહત્વ અપાયું હોઈ વિદ્યાર્થીઓ માટે આ એકમ કસોટી મહત્વની ગણાય છે.