Gujarat

સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના

By GS TEAM
21 Dec 20251 min read
સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના

ડીઝલ-કેમિકલ ચોરી સહિતના ધંધા પર અંકુશ લાવવા

સરકારી જમીનમાં દબાણ કરનાર સામે કાર્યવાહીની લીંબડી ડીવીયએસપીની ચીમકી

સાયલાસાયલા પોલીસ સ્ટેશન ખાતે લીંબડી ડીવાયએસપી દ્વારા હાઈવે પરની હોટલો, ગેસ્ટ હાઉસ અને ધાબાના સંચાલકો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. હાઈવે પર ચાલતા ડીઝલ, કેમિકલ, ગેસ અને સળિયા જેવા બે નંબરના ધંધાઓ પર અંકુશ લાવવા માટે આ પગલું લેવાયું છે.

હોટલ સંચાલકોએ હવેથી ફરજિયાતપણે રજીસ્ટર રાખવું પડશે, જેમાં વાહનચાલકનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને વાહન ક્યાંથી આવ્યું તથા ક્યાં જવાનું છે તેની વિગતવાર નોંધ સમય સાથે કરવાની રહેશે.

સ્ટેટ મોનિટરિંગ સેલની સતત કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી છે. બેઠક દરમિયાન સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કે બાંધકામ જણાશે, તો કડક હાથે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે. બહારની ટીમો દ્વારા થતા કેસોને અટકાવવા અને કાયદો-વ્યવસ્થા જળવાય તે હેતુથી પોલીસ દ્વારા તમામ હોટલ ધારકોને કાયદાનું ભાન કરાવતા કડક નિર્દેશો આપવામાં આવ્યા છે.