Gujarat

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આઠ વર્ષના માસૂમ બાળક પર તેના જ કુટુંબી કાકાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ભારે ચકચાર

By GS Team
20 Mar 20221 min read
This article was originally published on 20 Mar 2022
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આઠ વર્ષના માસૂમ બાળક પર તેના જ કુટુંબી કાકાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ભારે ચકચાર

- ધુળેટીના દિવસે બનેલા બનાવ અંગે બાળકે ઘરમાં વાત કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ: આરોપીની અટકાયત

જામનગર તા ૨૦, 

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઝૂપડપટ્ટીમાં રહેતા આઠ વર્ષના માસૂમ બાળક પર ધુળેટીના દિવસે તેના જ કુટુંબી કાકાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ભારે ચકચાર જાગી છે. બાળકે ગઈકાલે પોતાના પરિવારને વાત કરતાં મામલો સામે આવ્યો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસે નરાધમ કાકાની અટકાયત કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક પરિવારના 8 વર્ષના પુત્ર સાથે તે જ વિસ્તારમાં રહેતા બાળકના કુટુંબી કાકાએ તેના ઉપર ધુળેટીના બપોર પછીના સમયે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે મામલે કાકાએ ભત્રીજાને ડરાવી-ધમકાવી મૌન રાખવા જણાવ્યું હતું.

પરંતુ આખરે ગઈ કાલે માસૂમ બાળકે પોતાની માતા વગેરેને બનાવ અંગેની જાણ કરી દેતાં ભારે અરેરાટી ફેલાઈ હતી. સમગ્ર મામલો સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

આ બનાવ અંગે બાળકની માતાએ સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં કુટુંબી કાકા સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે માસૂમ બાળકના કુટુંબી કાકા ભરત બાવરી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા અંગેનો ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે. આ બનાવને લઇને આરોપી સામે ચોમેરથી ફીટકારની લાગણી વરસી રહી છે. ઉપરાંત બાળકને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.