Gujarat

ચોકબજારમાં મજુર દંપતીની માસુમ બાળકીને ટેમ્પાએ કચડી મારતા મોત

By GS Team
24 Feb 20222 mins read
This article was originally published on 24 Feb 2022
ચોકબજારમાં મજુર દંપતીની માસુમ બાળકીને ટેમ્પાએ કચડી મારતા મોત

- બાળકીને રેતીના ઢગલા પાસે બેસાડી કામ કરતા હતાં : લોહીના ખાબોચીયામાં પુત્રીને જોઇને ભારે આક્રંદ

સુરત :

ચોકબજાર ખાતે બુધવારે સાંજે રેતીના ઢગલા પાસે બેસાડેલી માસુમ બાળકી ઉપર ટેમ્પા ચાલકે વ્હીલ ચઢાવી કચડી મારતા બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ચોકબજારમાં ફૂલવાડી ભરીમાતા ખાતે જીલાની બ્રિજ નીચે ખુલ્લામાં રહેતા ઈસુ બીજીયા ડામોર અને પત્ની કવિતા બુધવારે પોતાની પાંચ વર્ષીય પુત્રી સેજલને સાથે લઈને ચોક બજાર ખાતે યુનાઇટેડ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ એસઆઈ કાટગ પાસે કામ પર ગયા હતા.   સાંજે શ્રમજીવી દંપતીએ રેતીના ઢગલા નજીક પોતાની માસુમ પુત્રીને બેસાડીને કામ કરતા હતા ત્યારે ફોર વ્હિલર ટેમ્પા ચાલકે બાળકીને અડફટે લઇ તેના માથા, પેટ, પીઠના ભાગે વ્હીલ ચઢાવી દીધું હતુ. જેમાં  બાળકીને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયુ હતું. લોહીના ખાબોચિયામાં બાળકીનો મૃતદેહ જોઈ માતા પિતાએ આક્રંદ કરતા સ્થળ પરનો ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે જાણ કરવામાં આવતા ચોકબજાર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને બાળકીનો મૃતદેહ પોસ્ટ માર્ટમ માટે સ્મીમેરહોસ્પિટલમાં ખસેડાયો હતો. બાળકીના પિતાએ જણાવ્યું હતું કે તેમને સંતાનમા સેજલ સિવાય અન્ય એક પુત્રી છે. તે મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના આઝનગઢના વતની છે. જયારે તેઓ પુત્રી સેજલને લઈને મજૂરી કામ માટે સુરત આવ્યા હતા. આ અંગે ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરી છે.