Gujarat

જામનગર: સરકારી કચેરીઓમાં કર્મચારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે કામકાજનો પ્રારંભ

By GS Team
19 Apr 20201 min read
This article was originally published on 19 Apr 2020
જામનગર: સરકારી કચેરીઓમાં કર્મચારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે કામકાજનો પ્રારંભ
જામનગર, તા. 20 એપ્રીલ 2020, સોમવાર

જામનગર જિલ્લામાં ગઈ કાલ રાત્રિથી નવું જાહેરનામું પ્રસિદ્ધ કરી જુદી જુદી સરકારી કચેરીઓ નો પ્રારંભ કરવા માટેની જિલ્લા કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

જેના અનુસંધાને આજે જામનગર શહેરની જુદી જુદી સરકારી કચેરીઓ ધમધમતી થઇ છે અને તમામ કર્મચારીઓ શક્ય તેટલા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને તેમજ માસ્ક પહેરી ને પોતાની ફરજ ઉપર હાજર થયા છે અને સરકારી કામકાજ નો પ્રારંભ થઈ ગયો છે.


હાઈવે રોડ પર પંચરની દુકાનો-હોટલો શરૂ, માર્ગો ધમધમતા થયા

જામનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે જાહેરનામું પ્રસિદ્ધ કરી હાઈવે રોડ પર આવેલી પંચર ની દુકાનો તેમજ કેટલીક હોટલ -ધાબા વગેરે શરૂ કરવા માટે ની છૂટ અપાતા આવી પંચર ની દુકાનો લાંબા સમય પછી શરૂ થઇ છે.


જ્યારે કેટલીક હોટલો, ધાબા વગેરે પણ શરૂ થઈ ગયા છે. જેના કારણે હાઇવે રોડ ધમધમતા થઇ ગયા છે. અને માલવાહક વાહન ચાલકો વગેરે માટે રાહતના સમાચાર મળ્યા છે. અને તેઓને જરૂરી પુરવઠો મળતો થઇ ગયો છે.