Gujarat

સુરતમાં ઔદ્યોગિક વિસ્તારમાં ભારતનો પ્રથમ સ્ટીલ રોડ તૈયાર કરાયો : એક વર્ષ સુધી પરીક્ષણ કરાયું હતું

By GS Team
12 Mar 20223 mins read
This article was originally published on 12 Mar 2022
સુરતમાં ઔદ્યોગિક વિસ્તારમાં ભારતનો પ્રથમ સ્ટીલ રોડ તૈયાર કરાયો : એક વર્ષ સુધી પરીક્ષણ કરાયું હતું

-નિર્માણમાં 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યૂટ નેચરલ એગ્રીગેટ વપરાયા

સુરત,તા. 12 માર્ચ 2022 

સુરત શહેરનું યોગદાન દેશના મોટેભાગના ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે ત્યારે ભારતનો સૌ પ્રથમ સ્ટીલથી તૈયાર રોડ પણ અહીં જ નિર્માણ પામ્યો છે. શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં તેનું પરીક્ષણ કરાયું છે. સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ મુજબ CSRIએ તેને સ્પોન્સર કર્યો છે. રોડના નિર્માણમાં 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યૂટ નેચરલ એગ્રીગેટ વપરાયા છે.

શહેરના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં દરરોજ 1200થી વધુ હેવી ટ્રકની અવરજવર હોય છે ત્યાં આ રોડનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. CSRIએ રોડના નિર્માણમાં 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યૂટ નેચરલ એગ્રીગેટ વાપર્યું છે. આવનાર વર્ષોમાં દેશના રોડને મજબૂત બનાવવા માટે સરકાર આ જ ટેક્નિકનો ઉપયોગ કરશે.

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(CSRI)ના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ સતીશ પાંડેએ કહ્યું કે, આ એક રિસર્ચ પ્રોજેક્ટ છે. જેને સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ મુજબ CSRI એ સ્પોન્સર કર્યો છે. જે અંતર્ગત અમે સ્ટીલને રોડ એગ્રીગેટ તરીકે વપરાશ માટે પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમે CSRI ની ગાઈડલાઈન મુજબ સુરત હજીરાની એક કંપની પાસે

પ્રોસેસ્ડ ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્ટીલ તૈયાર કરાવી તેને આ રોડ નિર્માણમાં સફળતાપૂર્વક વાપરવામાં આવ્યું છે. આ 1.2 કિલોમીટર લાંબો , 6 લેન ડીવાઈડેડ કેરેજ વે રોડ છે. આ રોડના નિર્માણમાં અમે 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યૂટ નેચરલ એગ્રીગેટ વાપર્યું છે. આ પ્રોજેકટ ભારત સરકારના વેસ્ટ ટુ વેલ્થ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત છે. દેશમાં આશરે 90 મિલિયન ટન સ્ટીલ સ્લેગ પ્રતિવર્ષ જનરેટ થાય છે અને તેના સુરક્ષિત ડિસ્પોઝલને લઇ સ્ટીલ ઇન્ડસ્ટ્રીકન્શન હોય છે.

તેઓએ વધુમાં કહ્યું કે, ભારત સરકારની નેશનલ સ્ટીલ પોલિસી મુજબ વર્ષ 2030 સુધી 300 મિલિયન ટન પ્રોડક્શન રહેવાની શક્યતા છે. ત્યારે આટલી મોટી માત્રામાં સ્ટીલ જનરેશન થશે તો અમારી પાસે 45 મિલિયન ટન સ્ટીલ સ્લેક ભારતમાં જનરેટ થશે અને મોટી માત્રાના આ સ્લેકને યુટીલાઈઝ કરવા માટે મોટુ ચેલેન્જિંગ ટાસ્ક હશે. પરંતુ જો સ્ટીલ સલગનો ઉપયોગ રોડમાં નિર્માણ કરવામાં આવે તો અમે આ સ્લેગ સફળતા પૂર્ણ ઉપયોગ કરી શકીશું. જેથી નેચર એગ્રીગેટની જરૂરુરિયાત રોડ નિર્માણ માટે ઓછી થશે અને બીજી બાજુ સારી કવોલિટીના રોડનું નિર્માણ કરી શકીશું. ૩૦ ટકા થિકનેસ સાથે તૈયાર કરાયેલા રોડમાં હજી સુધી કોઈ ખામી જણાઈ નથી.

તેઓએ રોડ અંગે કહ્યું કે, સુરતમાં જે રોડ તૈયાર કર્યો છે તેમાં 30 ટકા થિકનેસ ઓછી કરી છે. તેથી તે મજબૂત અને ગુણવત્તાયુક્ત છે. એક વર્ષ થી ટ્રાફિક ની અવર જવર છે અને હાલ પણ એમાં કોઈ ખામી આવી નથી. તેના પર થી 20 થી 22 ટનના હેવી વ્હીકલ પસાર થાય છે તેમ છતાં મજબૂત છે.